ડ્રાઇવર સાથે ચાર વ્યક્તિ બેસી શકે એવી આ જાયન્ટ કારમાં એક સ્લીપિંગ સ્પેસ પણ છે અને ટૉઇલેટ પણ
સ્ટાન્ટર્ડ ટૉયોટા હિયાસ વૅનને હરતી-ફરતી VIP લાઉન્જ બનાવીને લૉન્ચ કરવામાં આવી છે
ચીનમાં ગાડીઓ અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવતી હોય છે, પરંતુ અહીં સ્ટાન્ડર્ડ કારને મૉડિફાય કરવાનું પણ આફ્ટરમાર્કેટ ખૂબ વિકસ્યું છે. તાજેતરમાં સ્ટાન્ટર્ડ ટૉયોટા હિયાસ વૅનને હરતી-ફરતી VIP લાઉન્જ બનાવીને લૉન્ચ કરવામાં આવી છે. એની કિંમત ૫૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૯ લાખ રૂપિયા જેટલી છે. આ કાર વૅન સાઇઝની જ છે. ડ્રાઇવર સાથે ચાર વ્યક્તિ બેસી શકે એવી આ જાયન્ટ કારમાં એક સ્લીપિંગ સ્પેસ પણ છે અને ટૉઇલેટ પણ. લેધરની સીટો પણ પથારીની જેમ ફ્લૅટ થઈ શકે છે. એમાં એક મલ્ટિ-કલર LED સ્ટારલાઇટ સીલિંગ હોવા ઉપરાંત ડ્રાઇવર અને પાછળની સીટોને અલગ પાડે એવું લાકડાનું પાર્ટિશન પણ છે. પાર્ટિશન ઊભું કરી દો તો એની અંદરથી ફ્લૅટ સ્ક્રીનનું ટીવી પણ બહાર આવે છે. આ કારની સૌથી મોટી હાઇલાઇટ છે એમાં બનાવાયેલું ટૉઇલેટ. જાણે કોઈ ટ્રેનમાં હોય એવું કૉમ્પૅક્ટ ટૉઇલેટ કમોડ, સિન્ક અને મિરર સાથેનું ટૉઇલેટ ફ્લશ પણ છે. આ પૅસેન્જર વૅનને બદલે પ્રાઇવેટ કૅબિનની ગરજ સારે છે.
