ખાવાનું શોધવા નીકળેલું રીંછ બૉમ્બને ફળ સમજીને ખાઈ ગયું હશે અને બૉમ્બ મોંમાં ફૂટી ગયો હશે. રીંછના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા પછી અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
અજબગજબ
રીંછ બૉમ્બને ફળ સમજીને ખાઈ ગયું હશે અને બૉમ્બ મોંમાં ફૂટી ગયો
મધ્ય પ્રદેશમાં બાલાઘાટના જંગલમાંથી વનવિભાગને રીંછનો મૃતદેહ મળ્યો હતો. તેનું મોં ફાટી ગયું હતું અને આજુબાજુથી બૉમ્બના અવશેષ મળ્યા હતા. એટલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ખાવાનું શોધવા નીકળેલું રીંછ બૉમ્બને ફળ સમજીને ખાઈ ગયું હશે અને બૉમ્બ મોંમાં ફૂટી ગયો હશે. રીંછના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા પછી અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. વન અધિકારી ક્ષત્રપાલ સિંહ જાદૌનનું કહેવું છે કે આસપાસનાં ગામડાંઓમાં જંગલી સુવ્વરનો બહુ ત્રાસ છે એટલે ગામના લોકો કાચા બૉમ્બ બનાવે છે અને મકાઈના લોટમાં વીંટીને રાખે છે. જંગલી સુવ્વરને ભગાડવા માટે ગામના લોકો ઠેકઠેકાણે આવા બૉમ્બ મૂકી રાખે છે. એવા જ બૉમ્બથી રીંછનું મૃત્યુ થયું હશે.