રનવે પર પંખીઓ ફરતાં હોય તો પ્લેન સાથે ટકરાવાથી પ્લેન ડૅમેજ થઈને જોખમી અકસ્માત ન થઈ જાય એ માટે બાજ પક્ષીને ખાસ તાલીમ આપવામાં આવે છે.
બાજ પ્લેનનું રક્ષણ કરવાનું કામ કરે છે
ફ્રાન્સના ઍરપોર્ટ પર તાલીમબદ્ધ બાજને પ્લેનની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવે છે. રનવે પર પંખીઓ ફરતાં હોય તો પ્લેન સાથે ટકરાવાથી પ્લેન ડૅમેજ થઈને જોખમી અકસ્માત ન થઈ જાય એ માટે બાજ પક્ષીને ખાસ તાલીમ આપવામાં આવે છે. ૨૦૨૫ના માર્ચ મહિનાથી ફ્રાન્સના બોવે શહેરના ઍરપોર્ટ પર બાજ રનવે પર દોડતા પ્લેનનું રક્ષણ કરવાનું કામ કરે છે. પ્લેન ટેક-ઑફ થાય એ પહેલાં બાજ એની આગળ ઘરઘરાટીવાળો અવાજ કરતાં-કરતાં ઊડે છે જેનાથી સીગલ, કાગડા, કબૂતર જેવાં પંખીઓ ડરીને ત્યાંથી ભાગી જાય છે.


