ચૅમ્પિયન ટીમ સાથેની ચર્ચા દરમ્યાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવતી જેમિમા રૉડ્રિગ્સ
ચૅમ્પિયન ટીમ સાથેની ચર્ચા દરમ્યાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતમાં ક્રિકેટ એક રમત નથી, દેશના લોકો માટે એક રીતે એ જીવન બની ગયું છે. ક્રિકેટમાં ટીમ સાથે કાંઈ સારું થાય તો ભારત સારું અનુભવે છે અને કાંઈ ખોટું થાય તો આખું ભારત હલી જાય છે. તમે બધાએ પણ સળંગ ત્રણ હાર બાદ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.’
આ બાબતે સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે કહ્યું હતું કે ‘એક ટીમ પોતાની મુશ્કેલીમાંથી કઈ રીતે કમબૅક કરે છે એનાથી ઓળખાય છે, એ ટીમ કેટલી મૅચ જીતી એનાથી નહીં. આ ટીમે એ કરી બતાવ્યું એટલે જ અમારી ટીમ ચૅમ્પિયન બની. અમારી ટીમમાં ખૂબ સારી એકતા હતી. સાથી-પ્લેયરના સારા પ્રદર્શન પર દરેક પ્લેયર તાળી પાડતી હતી અને કોઈની સાથે ખરાબ થતું ત્યારે ખભા પર હાથ મૂકીને તેને સમર્થન આપતી હતી.’
ADVERTISEMENT
જેમિમાએ સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની જીત બદલ પોતાની મૅચવિનિંગ ઇનિંગ્સને બદલે ટીમના એકજૂથ પ્રદર્શનને શ્રેય આપ્યું હતું.


મુલાકાત દરમ્યાન વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રસપ્રદ ગિફ્ટ આપી હતી
તમે જ્યાં ભણ્યાં હતાં એમાં અને બીજી બે સ્કૂલમાં એક દિવસ વિતાવો : નરેન્દ્ર મોદી
ચૅમ્પિયન ટીમ સાથેની ચર્ચાના અંતે નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય પ્લેયર્સને અપીલ કરતાં કહ્યું હતું કે ‘એક વર્ષની અંદર તમે ભણ્યા હો એ સ્કૂલ સહિત ત્રણ સ્કૂલમાં એક દિવસ વિતાવો. ત્યાંનાં બાળકો સાથે વાત કરો. તેઓ ઘણા સવાલ કરશે. તેમની સાથે વાતચીત કરો. આ કાર્યથી ત્યાંના લોકોની સાથે તમને પણ મોટિવેશન મળશે. ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા ઓછી કરવાના અભિયાન વિશે પણ વાત કરો. તમે એ વિશે વાત કરશો તો એનો પ્રભાવ પડશે.’


