આ કારના ભંગારની ઉપર ખાસ નંબર પણ લગાવવામાં આવે છે
ઊંચા પોલ બનાવીને એના પર અકસ્માતમાં ચગદાઈ ગયેલી કારો ગોઠવવામાં આવે છે
ટર્કીમાં હાઇવે પર જ્યાં સ્પીડ-ડ્રાઇવની શક્યતાઓ ઊંચી હોય ત્યાં ઠેકઠેકાણે ઊંચા પોલ બનાવીને એના પર અકસ્માતમાં ચગદાઈ ગયેલી કારો ગોઠવવામાં આવે છે. આ કારના ભંગારની ઉપર ખાસ નંબર પણ લગાવવામાં આવે છે. આ નંબર અને સિમ્બૉલ પરથી સ્થાનિકોને ખબર પડે છે કે આ અકસ્માત ક્યાં થયેલો અને એનો અંજામ શું આવ્યો હતો. હાઇવે ઑથોરિટીનો આશય એટલો જ છે કે જ્યારે પણ ડ્રાઇવર એક્સેલરેટર દબાવીને બેફામ ચલાવવા જાય ત્યારે તેને રસ્તામાં આવી કારનો ભંગાર દેખાતાં કદાચ તેનો રૅશ ડ્રાઇવિંગનો વિચાર બદલાઈ જાય તો એટલા અકસ્માતો થતા બચે.

