Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ‍્વિન ભાઈઓએ ટ‍્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં, તેમનાં લગ્ન કરાવનાર પાદરી પણ ટ‍્વિન્સ હતા

ટ‍્વિન ભાઈઓએ ટ‍્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં, તેમનાં લગ્ન કરાવનાર પાદરી પણ ટ‍્વિન્સ હતા

Published : 02 August, 2026 12:57 PM | IST | kottayam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલમાં જોડિયા ભાઈઓએ જોડકી બહેનો સાથે લગ્ન કર્યા, જ્યારે લગ્નવિધિ પણ જોડિયા પાદરીઓએ કરાવી. આ અનોખા લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

ટ‍્વિન ભાઈઓએ ટ‍્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં, તેમનાં લગ્ન કરાવનાર પાદરી પણ ટ‍્વિન્સ હતા

ટ‍્વિન ભાઈઓએ ટ‍્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં, તેમનાં લગ્ન કરાવનાર પાદરી પણ ટ‍્વિન્સ હતા


કેરલમના કોટ્ટયમ જિલ્લાના ચંગનસ્સેરી મેટ્રોપૉલિટન ચર્ચમાં એકસાથે બે લગ્ન થયાં. આ લગ્ન અનોખાં એટલાં માટે હતાં કેમ કે બે યુગલ એકસાથે લગ્નના શપથ લઈ રહ્યાં હતાં અને એ બન્ને યુગલો એકદમ એકસરખાં જ દેખાઈ રહ્યાં હતાં. એનું કારણ હતું બે જોડિયા ભાઈઓનાં લગ્ન બે જોડકી બહેનો સાથે થઈ રહ્યાં હતાં. અખિલ થૉમસ અને નિખિલ થૉમસ નામના જોડિયા ભાઈઓએ મૅગી મૅરી અને મારિયા મૅરી નામની ટ‍્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં હજી અચરજનો ઉમેરો હતો લગ્ન કરાવનાર પાદરીઓનો. લગ્ન કરાવનારા પાદરીઓ ફાધર ઍન્ટો અને ફાધર અઝો પણ ટ‍્વિન્સ હતા. 
મૅગી અને મૅરી નામની બે બહેનોને અનાયાસ બે ભાઈઓ પસંદ પડી ગયા અને તેમની જોડી તો બેસી ગઈ, પરંતુ તેમની ઇચ્છા હતી કે તેમના વેડિંગને ખાસ બનાવવા માટે પાદરી પણ જો ટ‍્વિન્સ હોય તો મજા પડી જાય. આ માટે તેમણે ખૂબ શોધ ચલાવી હતી. આખરે તેમને કંજિરાપલ્લીના ચર્ચમાં ટ‍્વિન પાદરીઓ મળી જ ગયા. આ પાદરીઓ જોડિયા લોકો માટે જ કામ કરતા હતા. 
ત્રણેય ટ‍્વિન્સે એકસરખાં જ કપડાં પહેર્યાં હોવાથી લગ્નના સ્ટેજ પર જાણે મિરર ઇમેજ ઊભી થઈ હોય એવું લાગતું હતું. ટ‍્વિન ભાઈઓ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને બન્ને જોડિયાં બહેનો ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી એન્જિનિયર છે. આ ચારેય જણનું બાળપણથી સપનું હતું કે જીવનસાથી તરીકે એવી જ વ્યક્તિને પસંદ કરવી જે ટ‍્વિન કેમિસ્ટ્રીને સમજતી હોય. એમાં વળી લગ્ન કરાવનાર ફાધર પણ ટ‍્વિન મળી જતાં સોનામાં સુગંધ ભળી અને બધાનું બાળપણનું સપનું સાકાર થઈ ગયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 12:57 PM IST | kottayam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK