Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાર્બી ડૉલનો એટલો શોખ છે કે એક-એકથી ચડિયાતી ૮૫૦ ઢીંગલીઓ માટે ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

બાર્બી ડૉલનો એટલો શોખ છે કે એક-એકથી ચડિયાતી ૮૫૦ ઢીંગલીઓ માટે ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

Published : 06 June, 2025 11:54 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટિનના પતિ સ્ટીવને પણ પત્નીના આ પૅશનથી વાંધો નથી. જોકે હા, તેમણે એક શરત રાખી છે કે આ ઢીંગલીઓ બેડરૂમમાં ન આવવી જોઈએ.

બ્રિટનની ડૉન ઑસ્ટિન નામની એક મિડલ-એજેડ મહિલાને બાર્બીનો શોખ

અજબગજબ

બ્રિટનની ડૉન ઑસ્ટિન નામની એક મિડલ-એજેડ મહિલાને બાર્બીનો શોખ


બેબી ગર્લને બાર્બી ડૉલની ગિફ્ટ ગમે એ સ્વાભાવિક છે, પરંતુ ગર્લ થોડીક મોટી થાય એ પછી ઢીંગલા-ઢીંગલીઓ પ્રત્યેનો ઝુકાવ ઘટી જાય. જોકે બ્રિટનની ડૉન ઑસ્ટિન નામની એક મિડલ-એજેડ મહિલાને બાર્બીનો શોખ છે. માત્ર શોખ છે એવું જ નહીં, વળગણ છે એમ કહીએ તો ચાલે કેમ કે તેણે પાંચ-સાત નહીં, ૮૫૦થી વધુ બાર્બી ડૉલ્સનું કલેક્શન કર્યું છે. ઑસ્ટિનના પતિ સ્ટીવને પણ પત્નીના આ પૅશનથી વાંધો નથી. જોકે હા, તેમણે એક શરત રાખી છે કે આ ઢીંગલીઓ બેડરૂમમાં ન આવવી જોઈએ. ઑસ્ટિન જ્યાં જાય ત્યાંથી મનપસંદ અને પોતાની પાસે ન હોય એવી બાર્બીઝ ખરીદતી રહી છે અને એ માટે તેણે લગભગ ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. અનેક ઢીંગલીઓ હવે જૂની થઈ ગઈ હોવાથી એમાં થોડુંક રિપેરિંગ કરવાની જરૂર પણ પડે છે. જોકે એ કામ ઑસ્ટિન જાતે જ કરી લે છે. અમુક બાર્બીનાં કપડાં જૂનાં થઈ ગયાં હોય એવું લાગે તો તે જાતે જ નવાં ડિઝાઇનર કૉસ્ચ્યુમ્સ પણ બનાવી લે છે. તેના ઘરમાં એક રૂમની તમામ દીવાલો પરનાં કબાટોમાં બાર્બી ડૉલ્સે જમાવટ કરી દીધી છે અને હવે તો એ રૂમ પણ નાનો પડી રહ્યો છે. ઑસ્ટિન કહે છે, ‘મારા પતિ મને કહે છે કે હવે રૂમમાં બાર્બી સમાતી નથી તો જૂની ઢીંગલીઓ થઈ ગઈ હોય એને કાઢી નાખ, પણ હું તેને સામે કહું છું કે એના કરતાં થોડુંક મોટું ઘર લઈ લે તો મારી ઢીંગલીઓ માટે બે રૂમ થઈ જાય.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2025 11:54 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK