ઉત્તર પ્રદેશના બુલંદશહરના એક યુવકનાં લગ્ન હતાં. કન્યાપક્ષને ત્યાં સોમવારે રાતે વાજતેગાજતે જાન આવી પહોંચી. જાનૈયાઓ અને સાજનમાજનનું સ્વાગત કરાયું. એ પછી અજાણ્યા નંબર પરથી કન્યાને એક કૉલ આવ્યો.
કન્યાપક્ષને વરની પ્રેમિકાએ અંતરંગ ફોટો મોકલાવ્યા અને જાન લીલા તોરણે પાછી ફરી
ઉત્તર પ્રદેશના બુલંદશહરના એક યુવકનાં લગ્ન હતાં. કન્યાપક્ષને ત્યાં સોમવારે રાતે વાજતેગાજતે જાન આવી પહોંચી. જાનૈયાઓ અને સાજનમાજનનું સ્વાગત કરાયું. એ પછી અજાણ્યા નંબર પરથી કન્યાને એક કૉલ આવ્યો. સામા છેડે અલીગઢની એક યુવતી હતી તેણે કન્યાને કહ્યું કે ‘તું જેની સાથે ફેરા ફરવાની છે એ યુવક મારો પ્રેમી છે. અમે બન્ને લિવ-ઇનમાં રહેતાં હતાં.’ આટલું કહ્યા પછી યુવતીએ કન્યાના વૉટ્સઍપમાં તેના ભાવિ પતિ સાથે પોતાની અંગત પળોના ફોટોગ્રાફ્સ મોકલ્યા. આ બધું જોઈ-સાંભળીને કન્યાપક્ષ લાલઘૂમ થઈ ગયો. જે જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું તેમને મારવા લીધા. બન્ને પક્ષે જોરદાર મારામારી થઈ. જાણ થઈ કે તરત પોલીસ આવી ગઈ અને મોરચો સંભાળી લીધો. કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી અને લગ્નમાં બન્ને પક્ષે કરેલા ખર્ચ વિશે સમજૂતી કરીને પોલીસે વાતાવરણ શાંત પાડ્યું. જોકે બેમાંથી કોઈ પક્ષે આ સંદર્ભે ફરિયાદ નોંધાવી નથી એટલે પોલીસે બીજી કોઈ કાર્યવાહી કરવાની નહોતી.