Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડે ચાલુ ટ્રેને ધક્કો મારી દેતાં ગર્લફ્રેન્ડના શરીરના બે ટુકડા થઈ ગયા

બૉયફ્રેન્ડે ચાલુ ટ્રેને ધક્કો મારી દેતાં ગર્લફ્રેન્ડના શરીરના બે ટુકડા થઈ ગયા

Published : 08 March, 2026 01:55 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેનમાં પાણી માટે થયેલી લડાઈમાં ગર્લફ્રેન્ડે કહ્યું, જોઈ લેજે ટ્રેનમાંથી કૂદી જઈશ; બૉયફ્રેન્ડે સાચે જ ચાલુ ટ્રેને ધક્કો મારી દેતાં ગર્લફ્રેન્ડના શરીરના બે ટુકડા થઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના બદાયૂંથી બરેલી જતી વખતે ટ્રેનમાં એક પ્રેમી યુગલ વચ્ચે પાણીને લઈને લડાઈ થઈ ગઈ અને પ્રેમીએ પ્રેમિકાને ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેંકી દીધી હતી. રેલવે ટ્રૅક પર પડેલી યુવતીના શરીરના બે ટુકડા થઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ગુરુવારે સાંજે લગભગ ૫.૪૦ વાગ્યે આ ઘટના ઘટી હતી. ટ્રેન બરેલી સ્ટેશન પહોંચવાની જ હતી ત્યારે રુખસાના અને તેના પ્રેમી ઇરફાન વચ્ચે પાણી પીવાને લઈને વિવાદ થયો હતો. બન્ને વચ્ચે આ બાબતે બોલાચાલી થતાં રુખસાનાએ તેના પ્રેમીને કહ્યું કે જોઈ લેજે, હું ટ્રેનમાંથી કૂદી જઈશ. એ વાત પર ગુસ્સે ભરાયેલા યુવકે તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને નીચે ફેંકી દીતી હતી. નીચે પડતાં જ યુવતી ટ્રેનની નીચે કપાઈ જતાં તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટના પછી બરેલી પોલીસે ઇરફાનને પકડી લીધો હતો અને તેણે કબૂલી લીધું હતું કે અચાનક ગુસ્સામાં તેણે આ પગલું ભર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 01:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK