Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નજીવનનાં ૧૨ વર્ષે મળી વિમેન્સ ડેની ખાસ સરપ્રાઇઝ

લગ્નજીવનનાં ૧૨ વર્ષે મળી વિમેન્સ ડેની ખાસ સરપ્રાઇઝ

Published : 08 March, 2026 06:53 AM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

સાયનમાં રહેતા હાર્દિક ગાલાએ પત્ની સ્નેહાને આજની T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચની ટિકિટ આપીને આશ્ચર્યચકિત કરી દીધીઃ લગ્નજીવનમાં પહેલી વાર સ્ટેડિયમમાં સાથે બેસીને મૅચ જોશે બન્ને

૧૨ વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર સ્ટેડિયમમાં સાથે બેસીને મૅચ જોવા મળશે એની ખુશી હાર્દિક અને સ્નેહા ગાલાના ચહેરા પર દેખાતી હતી.

૧૨ વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર સ્ટેડિયમમાં સાથે બેસીને મૅચ જોવા મળશે એની ખુશી હાર્દિક અને સ્નેહા ગાલાના ચહેરા પર દેખાતી હતી.


જીવનમાં ક્યારેક ન ધારેલું થતું હોય છે ત્યારે વ્યક્તિને એની અનહદ ખુશી થાય છે. આવું જ કંઈક સાયનમાં રહેતી સ્નેહા ગાલાના કિસ્સામાં બન્યું છે. આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ છે અને વિમેન્સ ડે પણ છે ત્યારે સ્નેહાને લગ્નજીવનનાં ૧૨ વર્ષે વિમેન્સ ડેની પૂર્વસંધ્યાએ ખાસ સરપ્રાઇઝ મળી હતી જેની તે વર્ષોથી રાહ જોઈ રહી હતી. હાર્દિક ગાલાએ તેની વાઇફ સ્નેહાને ગઈ કાલે સાંજે વિમેન્સ ડે નિમિત્તે સરપ્રાઇઝમાં ફાઇનલ મૅચની ટિકિટ આપી હતી. આ જોઈને સ્નેહા અચંબિત થઈ ગઈ હતી. પહેલાં તો તેણે આને ફેક માની લીધું હતું, પરંતુ જ્યારે આ વાત સાચી હોવાનું જાણ્યું ત્યારે તેની ખુશી બેવડાઈ ગઈ હતી.

લગ્નજીવન દરમ્યાન પત્નીએ પતિ સાથે ક્રિકેટ મૅચ જોવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ ને કોઈ કારણોસર એ સફળ થયો નહોતો. જોકે હવે ફાઇનલી પહેલી વાર એવું બનશે કે સ્નેહા તેના પતિ હાર્દિક ગાલા સાથે દુનિયાના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોશે. પોતાના હસબન્ડ દ્વારા વિમેન્સ ડે નિમિત્તે મળેલી આ સરપ્રાઇઝથી સ્નેહા ખુશખુશાલ છે. ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં સ્નેહા ગાલાએ કહ્યું હતું કે ‘મને તો હાર્દિક તરફથી મળેલી આ સરપ્રાઇઝ સુપર્બ લાગી. મારા માટે આ અનબિલીવેબલ છે. મેં તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે મને ક્યારેય અને એ પણ વિમેન્સ ડેએ ફાઇનલ મૅચ જોવા મળશે. ગઈ કાલે સાંજે મને હાર્દિકે ફાઇનલ મૅચની ટિકિટ બતાવીને અમદાવાદ જવા માટે તૈયારી કરવાનું કહ્યું ત્યારે મને તો તેની વાત ફેક લાગી હતી અને તેને મેં ૪ વાર પૂછ્યું કે સાચું બોલે છેને? ત્યારે હાર્દિકે કહ્યું કે હા, આ ટિકિટ તારા માટે જ છે અને વિમેન્સ ડે પ્રસંગે તને સરપ્રાઇઝ આપું છું. લગ્નજીવનનાં આટલાં વર્ષોમાં હજી સુધી અમે સાથે મૅચ જોવા ગયાં નથી. આ પહેલી વાર એવું બનશે કે અમે સ્ટેડિયમમાં સાથે બેસીને મૅચ જોઈશું.’  



સ્નેહા ગાલાએ વધુમાં કહ્યું હતું કે ‘હું કાયમ હાર્દિકને કહેતી હતી કે આપણે એક વાર સાથે મૅચ જોવા જઈએ; પણ તે કાયમ ના પાડે કે હમણાં નહીં, મારે કામ છે, મીટિંગ છે. એટલે જ્યારે પણ મૅચ જોવા જવા માટે કહું ત્યારે ના પાડી દેતો. એટલે મેં તો મૅચ જોવા અમે સાથે જઈશું એવી આશા જ છોડી દીધી હતી. જોકે આ વખતે તેણે મને સરપ્રાઇઝ આપી અને આ સરપ્રાઇઝ મારા માટે સુપર્બ બની રહી છે. મારા માટે ખુશી બેવડાઈ છે, કેમ કે તેઓ મને ક્યારેય મૅચ જોવા નહોતા લઈ જતા, પણ આ વખતે વગર માગ્યે મને વિમેન્સ ડે પ્રસંગે મૅચની અને એ પણ વર્લ્ડ કપ ફાઇનલ મૅચની ટિકિટની સરપ્રાઇઝ ગિફ્ટ મળી છે જે જીવનભર યાદ રહેશે.’ 


વિમેન્સ ડે પ્રસંગે પત્નીને સરપ્રાઇઝ આપનાર અને યંગ મેન્સ ક્રિકેટ ક્લબમાંથી ક્રિકેટ રમતા હાર્દિક ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્નેહાને મેં સરપ્રાઇઝ આપવાનું પ્લાનિંગ કર્યું હતું, કેમ કે તે મને કેટલાંય વર્ષોથી કહેતી હતી કે મૅચ જોવા જઈએ. જોકે અમારા લગ્નજીવનને ૧૨ વર્ષ થયાં છતાં કોઈ ને કોઈ કારણસર મૅચ જોવા જવાનું શક્ય બન્યું નહોતું. આ વખતે ફાઇનલ મૅચ વિમેન્સ ડેના દિવસે જ આવતી હોવાથી મારી વાઇફને વિમેન્સ ડેની સરપ્રાઇઝ આપવા માટે પ્લાનિંગ કરીને મૅચની ટિકિટ બુક કરાવી લીધી હતી. જોકે તેને મેં કહ્યું નહોતું, પરંતુ ફાઇનલ મૅચ જોવા અમદાવાદ જવાનું હોવાથી એની તૈયારીઓ કરવાની હોવાથી ગઈ કાલે સાંજે જ્યારે સ્નેહાને મૅચની ટિકિટ બતાવી ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 06:53 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK