Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અબજોપતિઓની સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ ભારતમાં

અબજોપતિઓની સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ ભારતમાં

Published : 08 March, 2026 06:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અબજોપતિઓના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે : મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી


દર વર્ષે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની વાર્ષિક યાદી બહાર પાડતી હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ૨૦૨૬નું રિચ-લિસ્ટ બહાર પડી ચૂક્યું છે. આ લિસ્ટમાં પહેલી વાર દુનિયાભરના ૪૦૨૦ અબજોપતિને સામેલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં ૧૭ ટકા અને સંખ્યામાં ૫૭૮ જેટલા વધુ છે. ડેટા પરથી જોઈ શકાય છે કે વધી રહેલા ઇન્ડેક્સમાં સ્ટૉકમાર્કેટના મજબૂત પર્ફોર્મન્સે અબજોપતિઓની કુલ સંપત્તિમાં ૨૮ ટકાનો જબરદસ્ત વધારો કર્યો છે. 

ભારતમાં અબજોપતિઓની સંખ્યા ગયા વર્ષ કરતાં ૨૪ વધીને ૩૦૮ થઈ છે જે મજબૂત વેલ્થ-ક્રીએશન અને લગાતાર આર્થિક મજબૂતાઈની ગતિ બતાવે છે. અબજોપતિઓની સંખ્યાના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર આવી ગયું છે અને હવે એ ચીન અને અમેરિકાથી જ પાછળ છે. સૌથી વધુ ૧૧૧૦ અબજોપતિ ચીનમાં છે, જ્યારે અબજોપતિઓની કુલ સંપત્તિના મામલે અમેરિકા નંબર વન છે.



ભારતમાં સૌથી વધુ ૯૫ અબજોપતિ મુંબઈમાં છે. જોકે મુંબઈએ એશિયાની અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો ગુમાવી દીધો છે, કેમ કે આ વખતે ૧૩૩ અબજોપતિઓ સાથે ચીનનું શેન્ઝેન શહેર બાજી મારી ગયું છે. 


ભારતીય અબજોપતિઓમાં ૭ ટકા મહિલાઓ પણ છે. હુરુન રિચ-લિસ્ટ ૨૦૨૬ અનુસાર ભારતીય અબજોપતિઓની સરેરાશ સંપત્તિ ૩૬,૫૭૦ કરોડ રૂપિયા છે, જે ચીની અબજોપતિઓની સરેરાશ સંપત્તિ કરતાં વધુ છે. 

ભારતમાં ટૉપ ફાઇવ


મુકેશ અંબાણીએ માત્ર ભારતની જ નહીં, એશિયાની સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ જાળવી રાખ્યો છે. ગયા વર્ષ કરતાં તેમની કુલ સંપત્તિ ૯ ટકા વધીને ૯.૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગૌતમ અદાણી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિ ૭.૫ લાખ કરોડ રૂપિયા છે. 

HCL ટેક્નૉલૉજીઝનાં રોશની નાડર મલ્હોત્રા અને તેમનો પરિવાર ૩.૨ લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે જે ભારતના ટૉપ ૧૦ અમીરોની યાદીમાં એકમાત્ર મહિલા છે. 

ચોથા નંબરે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા અને પાંચમા નંબરે આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK