લગ્નમાં કંઈક નવું કરવાનો ટ્રેન્ડ આજકાલ વધી રહ્યો છે. યુગલો પોતાની કંકોતરીઓ પણ ક્રીએટિવ બનાવે છે. સામાન્ય રીતે ગમે એવી ક્રીએટિવિટી વાપરી હોય, પહેલી કંકોતરી તો ભગવાનને જ ચડાવાય.
લગ્નની પહેલી કંકોતરી ગણેશજીને નહીં, મોદીજી અને યોગીજીને મોકલી
લગ્નમાં કંઈક નવું કરવાનો ટ્રેન્ડ આજકાલ વધી રહ્યો છે. યુગલો પોતાની કંકોતરીઓ પણ ક્રીએટિવ બનાવે છે. સામાન્ય રીતે ગમેએવી ક્રીએટિવિટી વાપરી હોય, પહેલી કંકોતરી તો ભગવાનને જ ચડાવાય. જોકે ઉત્તર પ્રદેશના માજરા શીતલગઢી ગામના બ્રજેશ ગર્ગે એ પરંપરા પણ તોડી નાખી. તેણે પોતાની પહેલી કંકોતરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને બીજી કંકોતરી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજીને રજિસ્ટર પોસ્ટથી મોકલાવી હતી. બ્રજેશનાં લગ્ન બીજી નવેમ્બરે છે. મૂળે વેપારી બ્રજેશ આ બન્ને નેતાઓનો મોટો ફૅન છે.


