ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસેના સાલારપુર ગામના સત્યેન્દ્ર લાટિયાન નામના ખેડૂતે પાળેલી ભોલી નામની ગાય થોડા દિવસ પહેલાં મૃત્યુ પામી હતી. પચીસ વર્ષથી તેમના ઘરે ઘરના જ સભ્યની જેમ રહેતી ભોલીને વિધિવિધાન અને ધામધૂમથી વિદાય આપી હતી.
ભોલી માટે કરાયેલી વિધિ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસેના સાલારપુર ગામના સત્યેન્દ્ર લાટિયાન નામના ખેડૂતે પાળેલી ભોલી નામની ગાય થોડા દિવસ પહેલાં મૃત્યુ પામી હતી. પચીસ વર્ષથી તેમના ઘરે ઘરના જ સભ્યની જેમ રહેતી ભોલીને સત્યેન્દ્રભાઈના પરિવારે ખૂબ વિધિવિધાન અને ધામધૂમથી વિદાય આપી હતી. અંતિમ સંસ્કારમાં પૂરી પૂજાવિધિ કરીને બ્રાહ્મણો દ્વારા તેરમાની વિધિ પણ કરાવી હતી. ગાયની તેરમાની વિધિ થતાં ગામલોકો માટે જાણે એક અનોખો નઝારો હતો.
સત્યેન્દ્ર લાટિયાનનું કહેવું છે કે આ ગાય એક સમયે રોજનું ૩૦ લિટર દૂર આપતી હતી, પરંતુ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વૃદ્ધ થઈ ગઈ હોવાથી દૂધ નહોતું આવતું. ઉંમરને કારણે ભોલી ગાય નબળી પડી ગઈ હતી અને થોડા દિવસ પહેલાં એ મૃત્યુ પામી હતી. જોકે ઘરના જ સદસ્ય જેવો લગાવ આ ગાય પ્રત્યે હોવાથી તેમના પરિવારે એના અંતિમ સંસ્કાર અને પિંડદાનની વિધિ બ્રાહ્મણ પાસે કરાવી હતી. મૃત્યુના ૧૩મા દિવસે વિધિ કરાવ્યા પછી ગામલોકો માટે મૃત્યુ-ભોજ પણ રાખ્યું હતું અને બ્રાહ્મણોને દાન પણ કર્યું હતું.

