Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માટી અને ચૂનાથી બનેલું આ ઘર ગરમીમાં ઠંડું ને ઠંડીમાં ગરમ રહે છે

માટી અને ચૂનાથી બનેલું આ ઘર ગરમીમાં ઠંડું ને ઠંડીમાં ગરમ રહે છે

Published : 04 October, 2026 02:00 PM | Modified : 04 October, 2026 02:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકદમ દેશી સ્ટાઇલમાં બનેલા આ પાકા ઘરનું વિજ્ઞાન સમજવા અને સ્ટડી કરવા માટે મોટા આર્કિટેક્ટ્સ પણ મુલાકાત લે છે.

ઇકો-ફ્રેન્ડ્લી ઘર

અજબ ગજબ

ઇકો-ફ્રેન્ડ્લી ઘર


મોટા ભાગે માટીમાંથી બનેલું કાચું ઘર ઇકો-ફ્રેન્ડ્લી ઇફેક્ટ આપતું હોય છે. જોકે ઉત્તર પ્રદેશનના સીતાપુરમાં એક પાકું મકાન છે જે મજબૂત હોવાની સાથે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડ્લી છે. દ્વિજેન્દ્રનાથ નામના ભાઈનું આ ઘર છે જે ગરમીમાં ઠંડું રહે છે અને ઠંડીમાં ગરમ રહે છે. એ ઘરને નામ આપવામાં આવ્યું છે સૂર્ય છાયા. આ મકાનમાં સામાન્ય કરતાં ત્રીજા ભાગનાં સિમેન્ટ અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરની દીવાલો સ્થાનિક માટીમાંથી બનાવવામાં આવી છે અને એને મજબૂતી આપવા માટે ચૂનો ભેળવાયો છે. દીવાલો અને બારીબારણાંની ગોઠવણ એવી છે કે ગરમ હવા આપમેળે આરપાર નીકળી જાય છે. બારીઓમાં જાળી ગોઠવવામાં આવી છે જેથી કુદરતી પ્રકાશ રહે છે. બે વર્ષ પહેલાં આ ઘર બનાવવામાં આવેલું. બારી-બારણાંઓની દિશા અને સાઇઝને કારણે ઘરમાં કુદરતી પવન અને પ્રકાશ એટલો રહે છે કે વીજળીનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. માટીમાંથી બનેલા આ ઘરની છત પર ૧૭,૦૦૦ લીટર પાણી ભરી શકાય એવડી મોટી ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીનો આકાર પણ મટકા જેવો છે જેથી પાણીનું પ્રેશર એક જગ્યા પર ન આવે. એકદમ દેશી સ્ટાઇલમાં બનેલા આ પાકા ઘરનું વિજ્ઞાન સમજવા અને સ્ટડી કરવા માટે મોટા આર્કિટેક્ટ્સ પણ મુલાકાત લે છે.

આ વર્ષે કોનું કોળું સૌથી મોટું? 




દર વર્ષે ડેન્માર્કના કોપનહેગનમાં જાયન્ટ પમ્પકિન ચૅમ્પિયનશિપ યોજાય છે. એમાં યુરોપિયન દેશોમાંથી જાયન્ટ સાઇઝનાં કોળાં સ્પર્ધામાં ભાગ લેવા આવે છે. આ વર્ષે પીટર હોઇસ્ટ ઑલ્સન નામના ખેડૂતે ઉગાડેલું ૧૧૯૮ કિલોનું સૌથી ભારેભરખમ કોળું બાજી મારી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK