જન્માષ્ટમી નિમિત્તે મુંબઈની જ એક મેકઅપ આર્ટ સ્કૂલે સોશ્યલ મીડિયા પર ક્યુટ હેરસ્ટાઇલનો વિડિયો શૅર કર્યો છે
હેરસ્ટાઇલ
જન્માષ્ટમી નિમિત્તે મુંબઈની જ એક મેકઅપ આર્ટ સ્કૂલે સોશ્યલ મીડિયા પર ક્યુટ હેરસ્ટાઇલનો વિડિયો શૅર કર્યો છે. એમાં એક મૉડલના લાંબા વાળમાં અલગ-અલગ શેપનો ઝૂડો બનાવીને એના પર કૃષ્ણ અને રાધા જેવાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં છે. આખી હેરસ્ટાઇલને સજાવવા માટે એમાં પાછળથી મોરપિચ્છ લગાવવામાં આવ્યાં છે. છેને હટકે અને ક્યુટ રાધાકૃષ્ણ?

