Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા માટે પ્રેમીએ કૅન્સરનું નાટક કરીને માથું મૂંડાવી નાખ્યું

ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા માટે પ્રેમીએ કૅન્સરનું નાટક કરીને માથું મૂંડાવી નાખ્યું

24 April, 2024 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાની ઍડલ્ટ સ્ટાર હેયલી ડેવિસે પોતાની સાથે થયેલો ચીટિંગનો કિસ્સો એક પૉડકાસ્ટ પર શૅર કર્યો હતો.

હેયલી ડેવિસ

અજબ ગજબ

હેયલી ડેવિસ


રિલેશનશિપમાં ખોટું બોલીને ચીટિંગ કરવાના કિસ્સા ઘણા બન્યા હશે, પણ ઑસ્ટ્રેલિયામાં તો એક વ્યક્તિએ ગર્લફ્રેન્ડને છેતરવા માટે કૅન્સરનું નાટક કરીને પોતાનું માથું મૂંડાવી નાખ્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઍડલ્ટ સ્ટાર હેયલી ડેવિસે પોતાની સાથે થયેલો ચીટિંગનો કિસ્સો એક પૉડકાસ્ટ પર શૅર કર્યો હતો. તેણે કહ્યું કે મારા એક્સ-બૉયફ્રેન્ડે કૅન્સર હોવાનું જણાવ્યું હતું અને હું માની જાઉં એની ખાતરી કરવા માટે માથું પણ મૂંડાવી નાખ્યું હતું જેથી તે બીજી ગર્લફ્રેન્ડ રાખી શકે. હેયલીને જ્યારે બૉયફ્રેન્ડના જૂઠાણા વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી. તે અન્ય એક મહિલાના સંપર્કમાં આવી હતી જે તેના બૉયફ્રેન્ડની મેઇન ગર્લફ્રેન્ડ હતી અને યુવકના પરિવારને પણ મળી ચૂકી હતી. ગુસ્સે ભરાયેલી હેયલીએ પોતાની સાથે બનેલી ઘટના તે યુવતીને જણાવીને તરત જ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK