ફ્રેન્ડને સરપ્રાઇઝ આપવા માટે જન્મદિવસે મિત્રો કેકની સાથે કંઈક ને કંઈક અળવીતરી અને યાદગાર જેશ્ચર કરતા હોય છે. ક્યારેક કેકની અંદર તપેલી હોય તો કેક કપાય જ નહીં, તો ક્યારેક ફુગ્ગો હોય જેથી ફૂટે તો કેક બર્થ-ડે ગર્લ કે બૉયના ચહેરા પર ફેલાઈ જાય.
અજબગજબ
ટૅગની નીચેથી એક પ્લાસ્ટિકની પટ્ટી જેવું નીકળે છે અને એ પારદર્શક પટ્ટીમાં ૫૦૦ રૂપિયાની નોટ એકદમ સાચવીને મૂકી છે.
ફ્રેન્ડને સરપ્રાઇઝ આપવા માટે જન્મદિવસે મિત્રો કેકની સાથે કંઈક ને કંઈક અળવીતરી અને યાદગાર જેશ્ચર કરતા હોય છે. ક્યારેક કેકની અંદર તપેલી હોય તો કેક કપાય જ નહીં, તો ક્યારેક ફુગ્ગો હોય જેથી ફૂટે તો કેક બર્થ-ડે ગર્લ કે બૉયના ચહેરા પર ફેલાઈ જાય. જોકે એક વિડિયો અપલોડ થયો છે એમાં કેકમાંથી સાવ અનપેક્ષિત ચીજ નીકળી. બર્થ-ડે ગર્લ કેક કાપવા માટે એના પરથી ‘હૅપી બર્થ-ડે’ લખેલો ટૅગ ઊંચકે છે ત્યાં જ શરૂ થાય છે રહસ્ય. એ ટૅગની નીચેથી એક પ્લાસ્ટિકની પટ્ટી જેવું નીકળે છે અને એ પારદર્શક પટ્ટીમાં ૫૦૦ રૂપિયાની નોટ એકદમ સાચવીને મૂકી છે.
View this post on Instagram
ADVERTISEMENT
એક પછી એક નોટ નીકળતી જાય છે અને બર્થ-ડે ગર્લનું આશ્ચર્ય અને એક્સાઇટમેન્ટ વધતું જાય છે. છેલ્લે ૫૦૦ રૂપિયાની પૂરી ૨૯ નોટ નીકળે છે. મતલબ કે લગભગ ૧૪,૫૦૦ રૂપિયા કેકમાંથી નીકળે છે. આ રકમ તેના દોસ્તોએ જ મૂકી હતી. એ પછી તેના દોસ્તોએ નોટોની માળા બનાવીને બર્થ-ડે ગર્લને પહેરાવે છે. કોઈકે આ વિડિયો જોઈને લખ્યું છે, ‘મારો આખા મહિનાનો પગાર એક કેકમાં.’ તો વળી કોઈકે લખ્યું છે, ‘દોસ્તો, નેક્સ્ટ બર્થ-ડેમાં મને આવી જ કેક જોઈએ છે.’ તો કોઈકે લખ્યું છે, ‘આ કેક નહીં, ATM છે.’