Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોજ ખાવાનું ખવડાવતી મહિલાના મૃત્યુ પર મન્કીએ જે વિલાપ કર્યો એ જોઈને ભલભલાની આંખો ભીની થઈ ગઈ

રોજ ખાવાનું ખવડાવતી મહિલાના મૃત્યુ પર મન્કીએ જે વિલાપ કર્યો એ જોઈને ભલભલાની આંખો ભીની થઈ ગઈ

Published : 03 April, 2026 12:44 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસપાસના લોકોને વાંદરાઓ આફત લાગતા, પણ પાર્વતમ્મા માટે તો જાણે આંગણે આવતા બંદરો તેમના પોતીકા હતા

પાર્વતમ્માએ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો

અજબગજબ

પાર્વતમ્માએ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો


કર્ણાટકના રામનગર જિલ્લાના રાયરા ડોટ્ટી ગામમાં એક એવી ઘટના ઘટી જે જોઈને ગામલોકોની આંખો ભીની થઈ ગઈ. ૮૫ વર્ષનાં પાર્વતમ્મા ઉંમરને કારણે આવતી ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યાં. પાર્વતમ્માએ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો. તેઓ રોજ પોતાના ઘર પાસે આવતા વાંદરાઓને પુચકારતાં, બોલાવતાં, ખવડાવતાં અને સ્નેહથી દુલારતાં. આસપાસના લોકોને વાંદરાઓ આફત લાગતા, પણ પાર્વતમ્મા માટે તો જાણે આંગણે આવતા બંદરો તેમના પોતીકા હતા. જ્યારે તેમની અંતિમવિધિ માટે પાર્વતમ્માના પાર્થિવ શરીરને આંગણામાં મૂકવામાં આવ્યું ત્યારે માણસોની ભીડને ચીરીને એક વાંદરો ત્યાં આવ્યો. એણે પાર્થિવ દેહના ચહેરા પર ઢાંકેલું કપડું હટાવ્યું અને થોડીક ક્ષણો એમ જ મૂક થઈને ત્યાં બેસી રહ્યો. થોડી વાર પછી એણે શબની વધુ નજીક જઈને ચહેરાને પંપાળ્યો. પછી તે પાર્વતમ્માની છાતીને વળગીને આંસુ સારવા લાગ્યો. ક્યાંય સુધી વાંદરો આંખ બંધ કરીને તેમની છાતી પર, મોં પર અને કપાળ પર જાણે ચૂમતો હોય એમ વળગી રહ્યો; જાણે પોતાના છેલ્લા સહારાના જવાનો માતમ મનાવી રહ્યો હોય. નજરે જોનારા લોકોનું કહેવું હતું કે આ દૃશ્ય જોઈને હાજર તમામ લોકો અવાચક થઈ ગયા હતા. એક વાનરની સંવેદનાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો ત્યારે એ જોઈને પણ ભલભલાની આંખો ભીની થઈ જાય એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 12:44 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK