Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯૬ વર્ષના વૉરેન બફેટે ૪૮ વર્ષથી પાણી પીધું જ નથી, પણ કોકા કોલા રોજ પીએ છે

૯૬ વર્ષના વૉરેન બફેટે ૪૮ વર્ષથી પાણી પીધું જ નથી, પણ કોકા કોલા રોજ પીએ છે

Published : 03 November, 2026 12:15 PM | Modified : 03 November, 2026 01:17 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮૫માં કોલા કંપનીમાં કામ કરતા એક પાડોશીએ ચેરી કોકનું સૅમ્પલ મોકલ્યું હતું. એ તેમને એટલું ભાવ્યું કે તેમણે ૧૯૮૬માં ચેરી કોકને બર્કશર હૅથવે કંપનીની મીટિંગોનું સત્તાવાર પીણું ઘોષિત કરી દીધું હતું.

વૉરેન બફેટ

અજબ ગજબ

વૉરેન બફેટ


દુનિયાના સૌથી અમીર ઇન્વેસ્ટર અને બર્કશર હૅથવેના ભૂતપૂર્વ CEO વૉરેન બફેટ પાસેથી અનેક લોકો ઇન્વેસ્ટમેન્ટના પાઠ શીખ્યા હશે. જોકે તાજેતરમાં તેમની જિંદગીની એક અચરજ પમાડે એવી આદતનો ખુલાસો થયો છે. હેજ ફન્ડ મૅનેજર બિલ ઍકમૅને ગયા અઠવાડિયે એક પૉડકાસ્ટ દરમ્યાન વૉરેન બફેટનું આ રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું હતું, ‘મેં એક વાર તેમને ડિનર પર ઇન્વાઇટ કર્યા હતા. તેમને મેં સાદું પાણી અને સ્પાર્કલિંગ વૉટર ઑફર કર્યું તો તેમણે મને કહેલું બિલ, મેં ૪૮ વર્ષથી પાણી પીધું જ નથી.’

આવું માત્ર બિલ ઍકમૅનનું જ કહેવું નથી. વૉરેન બફેટની દીકરી સુઝીએ પણ એક ડૉક્યુમેન્ટરીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ પાણી નથી પીતા તો શું પીને જીવે છે? આ વાતનો ખુલાસો પણ ડૉક્યુમેન્ટરીમાં થયેલો છે. તેઓ રોજ પાંચ કૅન કોકા કોલા પીએ છે. તેમને ચેરી કોક વધુ પસંદ છે. વૉરેન બફેટ મજાકમાં કહેતા હોય છે કે ‘મારું શરીર પાણીથી નહીં, કોકા કોલાથી બન્યું છે કેમ કે રોજની ૨૭૦૦ કૅલરીમાંથી ૨૫ ટકા કૅલરી તો આ ડ્રિન્કમાંથી જ આવે છે.’



કહેવાય છે કે વૉરેન બફેટ ૧૯૮૦ના દાયકા પહેલાં પેપ્સી પીતા હતા એને કારણે તેમનો દીકરો તેમને ‘પેપ્સી વૉરેન’ કહીને બોલાવતો હતો, જોકે ૧૯૮૫માં કોલા કંપનીમાં કામ કરતા એક પાડોશીએ ચેરી કોકનું સૅમ્પલ મોકલ્યું હતું. એ તેમને એટલું ભાવ્યું કે તેમણે ૧૯૮૬માં ચેરી કોકને બર્કશર હૅથવે કંપનીની મીટિંગોનું સત્તાવાર પીણું ઘોષિત કરી દીધું હતું. એ પછી ૧૯૮૮થી તેમણે કોકા કોલા કંપનીમાં પણ મોટી માત્રામાં રોકાણ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 01:17 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK