Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વ્હીલચૅર સાથે આ ડૉગીએ રેસમાં ભાગ લીધો, હાર્યા પછી પણ દર્શકોનાં દિલ જીતી ગયો

વ્હીલચૅર સાથે આ ડૉગીએ રેસમાં ભાગ લીધો, હાર્યા પછી પણ દર્શકોનાં દિલ જીતી ગયો

Published : 10 March, 2026 01:36 PM | Modified : 10 March, 2026 03:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ આર્કાન્સસની બાસ્કેટબૉલની ટુર્નામેન્ટ દરમ્યાન હાફ ટાઇમમાં એક ડૉગ-રેસનું આયોજન થયું હતું. એમાં સ્ટુડન્ટ્સ પોતાના પાળેલા નાની પ્રજાતિનાં ડૉગીઝને લઈને ભાગ લેવા આવ્યા હતા.

વ્હીલચૅર સાથે આ ડૉગીએ રેસમાં ભાગ લીધો, હાર્યા પછી પણ દર્શકોનાં દિલ જીતી ગયો

વ્હીલચૅર સાથે આ ડૉગીએ રેસમાં ભાગ લીધો, હાર્યા પછી પણ દર્શકોનાં દિલ જીતી ગયો


અમેરિકામાં યુનિવર્સિટી ઑફ આર્કાન્સસની બાસ્કેટબૉલની ટુર્નામેન્ટ દરમ્યાન હાફ ટાઇમમાં એક ડૉગ-રેસનું આયોજન થયું હતું. એમાં સ્ટુડન્ટ્સ પોતાના પાળેલા નાની પ્રજાતિનાં ડૉગીઝને લઈને ભાગ લેવા આવ્યા હતા. એમાં યુમી નામનો ૧૪ વર્ષનો કૉર્ગી પ્રજાતિનો ક્યુટ ડૉગી પણ હતો. જોકે તેના પાછળના પગે ઈજા થઈ હોવાથી તેને માટે ખાસ બનાવાયેલી વ્હીલચૅર સાથે તેણે ભાગ લીધો હતો. જેમ દિવ્યાંગ માણસોને પણ સમાન રીતે ટ્રીટ કરવાનું અભિયાન ચાલે છે એમ અમેરિકામાં દિવ્યાંગ અને અક્ષમ પાળેલાં પ્રાણીઓને પણ સન્માનપૂર્વક જીવન જીવવા મળે એ માટે કેટલાક લોકો ચળચળ ચલાવે છે. આ ચળવળના ભાગરૂપે શારીરિક રીતે અક્ષમ પ્રાણીઓને તેમની જરૂરિયાત મુજબની વ્હીલચૅર્સ બનાવીને તેમને સપોર્ટ આપવાનું કામ કરે છે. 

યુમી પણ જ્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા ઊતર્યો ત્યારે પહેલાં તો રેસના કોર્ટ પર ફસડાઈ પડ્યો હતો, પરંતુ એને સહેજ સપોર્ટ આપતાં એ ફરીથી ધીમી, પરંતુ મક્કમ ગતિએ ચાલવા લાગ્યો. બીજી તરફ બીજા ડૉગીઝ  દોડતાં અને ફુદકતાં પળવારમાં ફિનિશ લાઇન પર પહોંચી ગયા હતા, પરંતુ પ્રેક્ષકોએ છેક સુધી યુમી ફિનિશ લાઇન પાર ન કરે ત્યાં સુધી તેને ચિયર કરવાનું ચાલુ રાખ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો છે. કોઈકે લખ્યું છે કે શો-સ્ટૉપર બનવા માટે સ્પીડની નહીં, જઝબાતની જરૂર હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 03:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK