ગયા વર્ષે અમેરિકાના ટીનેજર્સમાં અચાનક જ ‘6 7’ કે ‘6-7’ ટ્રેન્ડ બહુ ચાલ્યો હતો.
ગૂગલ સ્ક્રીન
ગયા વર્ષે અમેરિકાના ટીનેજર્સમાં અચાનક જ ‘6 7’ કે ‘6-7’ ટ્રેન્ડ બહુ ચાલ્યો હતો. સ્કૂલ-કૉલેજમાં ભણતી વખતે જો ક્યાંક પણ આ આંકડાની વાત આવે એટલે ટીનેજર્સ તરત જ 6-7, 6-7, 6-7 ચિલ્લાવાનું શરૂ કરી દેતા હતા. જોકે આજકાલ ગૂગલ પર હવે ‘6 7’ કે ‘6-7’ ટાઇપ કરીને જો સર્ચ કરશો તમારા મોબાઇલ, લૅપટૉપ કે ડેસ્ક ટૉપની સ્ક્રીન નાચવા લાગશે. નાચશે મતલબ કે હલવા-ડૂલવા લાગશે. આ વાત સાંભળીને નહીં, કરીને જોશો તો જ સમજાશે. જોકે ચિંતા કરવા જેવું નથી. આ કોઈ વાઇરસ નથી પરંતુ ગૂગલનું નવું ઈસ્ટર એગ છે. ગૂગલના સર્ચ એન્જિનમાં મજેદાર ફીચર્સ, સંદેશા કે નાની ગેમ્સ હોય છે જે ખાસ ચોક્કસ સર્ચ ટર્મ ટાઇપ કરવાથી ઍક્ટિવેટ થાય છે. આ ફીચરનો ઉપયોગ માત્ર યુઝરના મનોરંજન માટે જ છે. ઈસ્ટર એગની ઉજવણી દરમ્યાન ગૂગલે આ ફીચર ઍક્ટિવેટ કરી દીધું છે. આ ‘6 7’ કે ‘6-7’ ટ્રેન્ડનો કોઈ જ મતલબ નથી. બસ, અમેરિકન રૅપર સ્કિલાના એક ગીત પરથી આ ટ્રેન્ડ શરૂ થયો હતો.


