વેસ્ટર્નમાં ૧૬૫ અને સેન્ટ્રલમાં ૫૮૪ વધારાની સર્વિસિસ મળશે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે (CR) અને વેસ્ટર્ન રેલવે (WR)ના ઑફિસર્સે માહિતી આપી હતી કે આગામી ચારથી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અપગ્રેડ માટેના પ્રોજેક્ટ્સ તબક્કાવાર રીતે પૂરા કરવામાં આવશે એ પછી સબર્બન નેટવર્કમાં નવી સર્વિસિસ ઉમેરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં ૫૮૪ અને વેસ્ટર્નમાં ૧૬૫ વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત વેસ્ટર્નમાં અત્યારની ટ્રેનોમાં દરરોજના ૭૦ કોચનો વધારો કરવામાં આવશે. સેન્ટ્રલમાં ૩૦ નવી આઉટસ્ટેશન ટ્રેનો શરૂ કરવામાં આવશે.
બોરીવલી સુધી છઠ્ઠી લાઇનના એક્સટેન્શનનું કામ પૂરું થયા પછી ૨૦ જેટલી નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનના એક્સટેન્શનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત બાંદરા-અંધેરી સેક્શનમાં પ્લૅટફૉર્મની લંબાઈને ૧૫ કોચ સુધી લંબાવવાનું પણ આયોજન છે. ૧૭૬ કરોડ રૂપિયાના ખર્ચે નાયગાવ-જુઈચંદ્ર લાઇનનું કામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેનાથી વેસ્ટર્ન સબર્બ્સથી કોકણ-ગોવાના મુસાફરો માટે ટ્રાવેલિંગ સરળ બનશે.
ADVERTISEMENT
મુંબઈની લોકલ ટ્રેનમાં ફરી મરાઠી ભાષાનો વિવાદ, આ વખતે બિનમરાઠીએ મારી બાજી
મુંબઈ લોકલ ટ્રેનનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં બિનમરાઠી વ્યક્તિને મરાઠીમાં બોલવાનું કહેવામાં આવતાં તે સડસડાટ મરાઠીમાં વાત કરવા માંડ્યો હતો. એ જોઈને અન્ય પ્રવાસીઓએ તાળીઓથી તેને વધાવી લીધો હતો. બિનમરાઠી મુસ્લિમે ઝઘડા દરમ્યાન ‘યે દેશ હૈ મેરા’ કહ્યું હતું. એ જવાબથી અન્ય મુસાફરો સાથે વિડિયો જોનાર યુઝર્સે પણ કમેન્ટમાં તેમની વાહ-વાહ કરી હતી.
કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન માટે યુદ્ધના ધોરણે કામગીરી

કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દરરોજ રાતે બ્લૉકના સમયે આ કામગીરી હાથ ધરવામાં આવે છે અને વહેલી સવાર સુધી કામ ચાલે છે. બ્લૉકના સમયે અહીંથી પસાર થઈએ ત્યારે રેલવે-ઑફિસરોની હાજરીમાં કામ કરતા કૉન્ટ્રૅક્ટ વર્કર્સ જોવા મળે છે. તસવીરો ઃ સતેજ શિંદે


