વાઇરલ વિડિયોમાં મહિલા રીલ બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે આઠ-દસ મહિનાનું બાળક બ્રિજની રેલિંગ તરફ પહોંચી ગયું. એક અજાણી વ્યક્તિએ સમયસર બાળકને બચાવી લીધું.
બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજના કિનારે પહોંચી ગયું પણ મા રીલ બનાવતી રહી
આજકાલ રીલ બનાવવાનો નશો યુવાનો પર એટલો ચડ્યો છે કે આસપાસનું ભાન જ નથી રહેતું. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક મહિલા બાળકને નીચે મૂકીને બ્લુ રંગની સાડીમાં રીલ શૂટ કરી રહી છે અને આઠ-દસ મહિનાનું બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજની રેલિંગ તરફ જાય છે. યુવતી રીલ બનાવવામાં જ તલ્લીન છે અને બાળક રેલિંગ પકડીને ઊભું થઈ જાય છે. જોકે પાછળ બાઇક પર ઊભેલી એક અજાણી વ્યક્તિ તરત જ ત્યાં દોડી આવે છે અને બાળકને ઊંચકી લે છે. જો થોડીક ક્ષણો આમથી તેમ થઈ હોત તો બાળકનો જીવ જોખમમાં પડી જાત.
