Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ સફાચટ કરીને ૧૦,૦૦૦ રૂપિયા જીતી આ કન્યા

૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ સફાચટ કરીને ૧૦,૦૦૦ રૂપિયા જીતી આ કન્યા

Published : 08 September, 2026 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક કન્ટેન્ટ-ક્રીએટરે એક છોકરી સમક્ષ એવી શરત મૂકી કે ૫૦૦૦ રૂપિયા મેળવવા માટે તે કેટલાં ગુલાબજાંબુ ખાઈ શકશે? આ છોકરીએ કહ્યું કે ૬૭

હાલ આ સ્વીટ ચૅલેન્જનો વિડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે

અજબ ગજબ

હાલ આ સ્વીટ ચૅલેન્જનો વિડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે


સોશ્યલ મીડિયા પર અવનવી ફૂડ-ચૅલેન્જના વિડિયો વાઇરલ થતા રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં એક છોકરીએ જે કરી બતાવ્યું છે એ જોઈને દંગ રહી જવાય છે. એક કન્ટેન્ટ-ક્રીએટરે એક છોકરી સમક્ષ એવી શરત મૂકી કે ૫૦૦૦ રૂપિયા મેળવવા માટે તે કેટલાં ગુલાબજાંબુ ખાઈ શકશે? આ છોકરીએ કહ્યું કે ૬૭.

આ ચૅલેન્જ શરૂ થવાની સાથે છોકરીએ પહેલી ૭ મિનિટમાં ગુલાબજાંબુનું એક બૉક્સ ખાલી કરી નાખ્યું. ત્યાર બાદ એક પછી એક પૅકેટ સાફ થવા લાગ્યાં. દુકાનદાર પણ એક બૉક્સ પૂરું થાય એ પહેલાં બીજું ભરવા દોડાડોડી કરવા લાગ્યો હતો. આઠમા બૉક્સ સુધી પહોંચતાં-પહોંચતાં છોકરીએ પોતે જ મજાકમાં કહ્યું કે તેને શુગર-રશ એટલે કે હાઈ શુગર થઈ રહી છે, પણ તેની સ્પીડ ઓછી નહોતી થઈ.



આખરે માત્ર ૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ પેટમાં પધરાવીને તેણે આ ચૅલેન્જ પૂરી કરી જેથી અંતમાં છોકરીને એક મોટું સરપ્રાઇઝ પણ મળ્યું. છોકરી તે કન્ટેન્ટ-ક્રીએટરને સોશ્યલ મીડિયા પર ફૉલો કરતી હોવાને કારણે તેને ઇનામના ૫૦૦૦ રૂપિયા ઉપરાંત બીજા ૫૦૦૦ રૂપિયા બોનસરૂપે મળ્યા.


આમ માત્ર ૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ ઝાપટીને આ છોકરી સીધી ૧૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને ઘરે ગઈ. હાલ આ સ્વીટ ચૅલેન્જનો વિડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK