મિશિગન રાજ્યમાં રહેતી તામી કાર્વે નામની મહિલાએ ચૅટજીપીટીને પૂછ્યું કે મારે પાવરબૉલ લૉટરી ખરીદવી છે, મારા માટે પાવરબૉલ નંબર પસંદ કર
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકામાં રહેતી એક મહિલા માટે ચૅટજીપીટીએ સાક્ષાત્ લક્ષ્મીનું કામ કર્યું હતું. લૉટરીની ટિકિટ ખરીદતી વખતે કયો નંબર ખરીદવો એ મૂંઝવણ હોય છે. આ મૂંઝવણનો ઉકેલ લાવવા માટે મિશિગન રાજ્યમાં રહેતી તામી કાર્વે નામની મહિલાએ ચૅટજીપીટીને પૂછ્યું કે મારે પાવરબૉલ લૉટરી ખરીદવી છે, મારા માટે પાવરબૉલ નંબર પસંદ કર. ચૅટજીપીટીએ પણ તરત જ રૅન્ડમ નંબર જનરેટ કરીને આપ્યો. મહિલાએ એના પર પૂરો ભરોસો મૂકીને એ જ નંબરની પાંચ ડૉલરની ટિકિટ ખરીદી લીધી, જે તેના માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ. થોડા દિવસ પહેલાં આ લૉટરીનું રિઝલ્ટ આવ્યું જેમાં તેને એક લાખ ડૉલર એટલે કે લગભગ ૮૮ લાખ રૂપિયા જિતાડ્યા હતા. તામીએ આ ઇનામ જીતતી વખતે કહ્યું હતું કે તેણે પહેલી વાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને એનાથી નસીબ ચમકી ઊઠ્યું હતું.

