Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રસ્તામાં બેહોશ થઈ ગયેલી મહિલાને લોકોએ એટલું CPR આપ્યું કે તેની પાંસળી તૂટી ગઈ

રસ્તામાં બેહોશ થઈ ગયેલી મહિલાને લોકોએ એટલું CPR આપ્યું કે તેની પાંસળી તૂટી ગઈ

Published : 02 August, 2026 12:52 PM | IST | Morena
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશમાં એક શિક્ષિકા લો બ્લડપ્રેશરને કારણે બેભાન થઈ ગઈ હતી, પરંતુ હાર્ટ એટેક સમજીને રાહદારીઓએ CPR આપતાં તેની બે પાંસળીઓ તૂટી ગઈ. ડૉક્ટરોએ યોગ્ય તાલીમ વગર CPR ન આપવાની સલાહ આપી.

રસ્તામાં બેહોશ થઈ ગયેલી મહિલાને લોકોએ એટલું CPR આપ્યું કે તેની પાંસળી તૂટી ગઈ

રસ્તામાં બેહોશ થઈ ગયેલી મહિલાને લોકોએ એટલું CPR આપ્યું કે તેની પાંસળી તૂટી ગઈ


મધ્ય પ્રદેશના મુરૈના શહેરમાં એક સ્કૂલ-ટીચર સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાં ચક્કર આવતાં બેહોશ થઈ ગઈ હતી. રસ્તા પર પડી ગયેલી હોવાથી લોકો સમજ્યા કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. હાર્ટ-અટૅકમાં તરત જ જો કાર્ડિયોપલ્મનરી રીસસિટેશન (CPR) આપવામાં આવે તો માણસ બચી જઈ શકે છે. આ બાબતે હવે આમજનતામાં પણ જાગૃતિ આવવા લાગી છે એટલે બેભાન મહિલાને ભાનમાં લાવવા માટે રાહદારીઓએ તેને CPR આપવાનું શરૂ કર્યું. એમાં ચેસ્ટ પર બે હાથની હથેળીઓ ભેગી કરીને દબાણ આપવાનું હોય છે જેથી પ્રેશર આવતાં બંધ પડી ગયેલું હૃદય ફરી ધબકવાનું શરૂ થઈ શકે છે. રાહદારીઓએ જ્યાં સુધી મહિલા હૉસ્પિટલ ન પહોંચી ત્યાં સુધી સતત CPR આપ્યા જ કર્યું હતું. હૉસ્પિટલ પહોંચ્યા પછી જ્યારે ડૉક્ટરે મહિલાને તપાસી તો ખબર પડી કે મહિલાનું બ્લડપ્રેશર લો થઈ જવાને કારણે તેને તમ્મર આવી ગયેલાં, તેને હાર્ટ-અટૅક હતો જ નહીં. ઊલટાનું વધુપડતું જોરથી CPR આપવાથી મહિલાની બે પાંસળીઓ તૂટી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 12:52 PM IST | Morena | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK