ચીનમાં કોરોના પછી અનેક યુવાનોએ ફૉરેસ્ટ થેરપીનો સહારો લીધો હતો. સ્ટ્રેસમાં હોય એવા લોકો વૃક્ષો સાથે વાતો કરતા અને તેમને ખૂબ સારું લાગતું. ફૉરેસ્ટ થેરપી લેનારા લોકોમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા ખૂબ વધારે હતી.
ચીનમાં વૃક્ષને ભેટવાનો ટ્રેન્ડ
ચીનની રાજધાની બીજિંગમાં ફરી એક વાર એક અનોખો ટ્રેન્ડ આકાર લઈ રહ્યો છે. ખાસ કરીને યંગ એજના લોકો પાર્કમાં જઈને વૃક્ષોને ભેટે છે. રોડ પર કે ઈવન પૉશ એરિયામાં જઈને વૃક્ષને ભેટીને ઊભા રહે છે. યંગ પેઢી હવે એકલતા અનુભવવા માંડી છે અને તેઓ સતત સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીમાં રહે છે. યુવાનો એનાથી છુટકારો પામવા માટે વૃક્ષને ભેટે છે. એની છાલને સ્પર્શે છે અને કાન દઈને વૃક્ષની અંદરના અવાજને સાંભળવાની કોશિશ કરે છે અને મનને શાંત કરે છે. ચીનમાં કોરોના પછી અનેક યુવાનોએ ફૉરેસ્ટ થેરપીનો સહારો લીધો હતો. સ્ટ્રેસમાં હોય એવા લોકો વૃક્ષો સાથે વાતો કરતા અને તેમને ખૂબ સારું લાગતું. ફૉરેસ્ટ થેરપી લેનારા લોકોમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા ખૂબ વધારે હતી. હવે નવા કારણસર યુવાનો જંગલમાં જવાને બદલે શહેરોમાં પાર્ક, રોડના કિનારે આવેલાં વૃક્ષો સાથે ભેટી લે છે અને વૃક્ષ સાથે વાતો કરે છે. તનાવપૂર્ણ સંબંધોમાંથી બહાર આવવા મથતા લોકો માટે આ રીત બહુ કારગત નીવડી શકે છે એવું સાઇકોલૉજિસ્ટોનું કહેવું છે.


