અમેરિકાના ફ્લૉરિડામાં કૅનેડિયન ફોટોગ્રાફર સ્ટીવ હૅનિંગ, મૉડલ સિયારા ઍન્ટોસ્કી તથા અમેરિકન ટેક્નિકલ ડાઇવર અને સેફ્ટી એક્સપર્ટ વેન ફ્રાઇમેન અને ટીમે સમુદ્રમાં ૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્ટ અન્ડરવૉટર ફોટોશૂટ’નો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં સ્ટીવે ૧૩૧ ફુટની ઊંડાઈ પર ફોટોશૂટ કરી રેકૉર્ડ બનાવ્યો હતો.
06 February, 2025 06:07 IST | Florida | Gujarati Mid-day Correspondent