ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI)નો ભાગ એવા બ્રેબર્ન સ્ટેડિયમમાં ૨૬ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન ૧૧ મૅચો યોજાવાની હતી
વાનખેડે સ્ટેડિયમ
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. WPL 2027નો મુંબઈ લેગ એટલે કે બીજો તબક્કો હવે બ્રેબર્ન સ્ટેડિયમને બદલે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. મુંબઈ તબક્કાની તારીખો અને મૅચના કાર્યક્રમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI)નો ભાગ એવા બ્રેબર્ન સ્ટેડિયમમાં ૨૬ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન ૧૧ મૅચો યોજાવાની હતી. એમાં એલિમિનેટર અને ફાઇનલ મૅચનો પણ સમાવેશ થાય છે. હવે આ મૅચો વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ૧૧ મૅચો ૧૪થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન બરોડામાં જ યોજાશે.
આ પ્રથમ વખત છે જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં WPLની મૅચો રમાશે. અગાઉ મુંબઈમાં WPLની મૅચો બ્રેબર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી.
WPLની સમાપ્તિ અને ૧૪ ફેબ્રુઆરીએ શરૂ થતી પહેલી વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વચ્ચે માત્ર એક અઠવાડિયાનું અંતર હોવાથી ICCની વિનંતી પર આ ફેરફાર કરવામાં આવ્યો છે. જો WPLની મૅચો બ્રેબર્નમાં રમાઈ હોત તો ત્યાંની પિચોને ફરીથી તૈયાર થવામાં પૂરતો સમય મળ્યો ન હોત. બ્રેબર્ન સ્ટેડિયમમાં હાલમાં પણ ડોમેસ્ટિક મૅચો રમાઈ રહી છે.
