અભિષેક શર્માએ રેકૉર્ડ સમયમાં ૫૦૦૦ T20 રન ફટકારી દીધા
અભિષેક શર્મા
ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ રેકૉર્ડ સમયમાં ૫૦૦૦ T20 રન ફટકારી દીધા છે ત્યારે આ ફૉર્મેટમાં તેના શાનદાર આંકડાઓ પર નજર નાખીએ.
2898
ADVERTISEMENT
T20 ક્રિકેટમાં આટલા બૉલમાં પાંચ હજાર રન કરીને અભિષેકે આન્દ્રે રસેલનો રેકૉર્ડ તોડ્યો, જેણે ૨૯૪૨ બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
148
અભિષેકનો આ છે હાઇએસ્ટ T20 સ્કોર. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં પંજાબ વતી રમતાં તેણે બંગાળ સામે ૨૮૪.૬૧ના સ્ટ્રાઇક-રેટથી બાવન બૉલમાં ૧૪૮ રન કર્યા હતા.
8
૧૬૯ T20 મૅચોમાં આટલી સદીઓ ફટકારી છે અભિષેકે.
0
છેલ્લી ૧૦ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં એવી એકેય ઇનિંગ્સ નથી જેમાં તેનો સ્ટ્રાઇક-રેટ ૧૩૦થી નીચે હોય.
931
T20 રૅન્કિંગ્સમાં નંબર વનનું સ્થાન ભોગવતા અભિષેકના આટલા રેટિંગ પૉઇન્ટ્સ છે, જે અત્યાર સુધીના હાઇએસ્ટ છે.
49
T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં અભિષેકે પાવરપ્લેમાં આટલી સિક્સર ફટકારી છે, જે હાઇએસ્ટ છે.
190.92
આ સ્ટ્રાઇક-રેટ છે અભિષેકની કારકિર્દીનો, T20 ઇન્ટરનૅશનલમાં એ હાઇએસ્ટ છે.
22
બુધવારે આટલા બૉલમાં અભિષેકે હાફ સેન્ચુરી ફટકારી હતી. ન્યુ ઝીલૅન્ડ સામે ભારતીય બૅટરની આ ફાસ્ટેસ્ટ અડધી સદી હતી. આ પહેલાં ૨૩ બૉલનો જૉઇન્ટ રેકૉર્ડ કે. એલ. રાહુલ અને રોહિત શર્માનો હતો.
240.00
બુધવારે નાગપુરમાં આ હતો અભિષેકનો સ્ટ્રાઇક-રેટ, જે T20 ઇન્ટરનૅશનલમાં તેનો સેકન્ડ હાઇએસ્ટ છે. ગયા વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં તેણે ઇંગ્લૅન્ડ સામે ૨૫૦.૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૫૪ બૉલમાં ૧૩૫ રન કર્યા હતા.


