Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આકાશ ટાઇગર્સ સામે માત્ર ૧ રને પરાસ્ત થઈ શાર્દૂલ ઠાકુરની પલટન

આકાશ ટાઇગર્સ સામે માત્ર ૧ રને પરાસ્ત થઈ શાર્દૂલ ઠાકુરની પલટન

Published : 05 June, 2026 02:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે સાંજે સીઝનની છઠ્ઠી મૅચમાં આકાશ ટાઇગર્સ અને ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી.

શમ્સ મુલાનીની સાથે શાર્દૂલ ઠાકુર

શમ્સ મુલાનીની સાથે શાર્દૂલ ઠાકુર


વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે સાંજે સીઝનની છઠ્ઠી મૅચમાં આકાશ ટાઇગર્સ અને ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. સરફરાઝ ખાનની ગેરહાજરીમાં શમ્સ મુલાનીની આગેવાનીમાં રમનાર આકાશ ટાઇગર્સે શાર્દૂલ ઠાકુરની ઈગલ થાણે સ્ટ્રાઇકર્સને ૧ રને હાર આપી હતી. અંતિમ ઓવરમાં જ્યારે જીત માટે ૭ રનની જરૂર હતી ત્યારે પાંચ રન કરીને અંતિમ વિકેટ ગુમાવીને ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ હાર્યું હતું.

ઓપનર જય બિસ્તાના ૪૦ બૉલમાં ૫૬ રનની મદદથી આકાશ ટાઇગર્સે ૧૭૨-૯નો સ્કોર કર્યો હતો. ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ માટે ત્રીજી ઓવરમાં હૅટ-ટ્રિક લેનાર ફાસ્ટ બોલર ઓંકાર તરમલેએ ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. શાર્દૂલ ઠાકુર બે ઓવરમાં ૧૧ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. બૅટિંગ સમયે તેણે ૧૫ બૉલમાં એક ફોર અને બે સિક્સની મદદથી ૨૫ રન કર્યા, પણ ટીમને જીત સુધી ન પહોંચાડી શક્યો.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK