ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અભિનેત્રી સમરીન કૌર સાથેની તસવીરો શેર કરીને `માય પર્સન` લખ્યું. આ પોસ્ટ બાદ બન્નેના સંબંધોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ બની છે.
અર્શદીપ સિંહ અને સમરીન કૌર
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ગઈ કાલે એક ચોંકવનારી પોસ્ટ શૅર કરી હતી. સામાન્ય રીતે રમૂજી પોસ્ટ શૅર કરતા ૨૭ વર્ષના અર્શદીપ સિંહે રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી. અર્શદીપ સિંહ હાલમાં ઝિમ્બાબ્વે ટૂરનો ભાગ નથી.
IPL 2026થી સાથે દેખાતી સમરીન કૌર સાથેના બે ફોટો શૅર કરીને અર્શદીપ સિંહે લખ્યું હતું, ‘માય પર્સન’. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જન્મેલી આ ૨૬ વર્ષની ઍક્ટ્રેસ અને મૉડલ સમરીન ‘83’ અને ‘નેઇલ પૉલિશ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
