Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ભારત સહિત ચાર મેન્સ ક્રિકેટ ટીમોને નૉકઆઉટમાં ડાયરેક્ટ એન્ટ્રી

એશિયન ગેમ્સમાં ભારત સહિત ચાર મેન્સ ક્રિકેટ ટીમોને નૉકઆઉટમાં ડાયરેક્ટ એન્ટ્રી

Published : 25 July, 2026 12:09 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટ ડાયરેક્ટ ક્વૉર્ટર ફાઇનલથી શરૂ થશે, મહિલાઓની ક્રિકેટ ઇવેન્ટ સીધી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડથી શરૂ થશે. ભારતીય વિમેન્સ ટીમ યજમાન જપાન સામે ટકરાશે. અન્ય મૅચો થાઇલૅન્ડ-પાકિસ્તાન, મલેશિયા-શ્રીલંકા અને ચાઇના-બંગલાદેશ વચ્ચે નક્કી થઈ છે.

ભારતનો T20 કૅપ્ટન શ્રેયસ ઐયર, ભારતની મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર.

ભારતનો T20 કૅપ્ટન શ્રેયસ ઐયર, ભારતની મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર.


જપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ગઈ કાલે દરેક રમત માટે ગ્રુપ-ડ્રૉ જાહેર કરવામાં આવ્યા હતા. ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાની મેન્સ ક્રિકેટ ટીમોએ પુરુષ ક્રિકેટ ઇવેન્ટના નૉકઆઉટ તબક્કામાં સીધો પ્રવેશ મેળવ્યો છે.

મેન્સ ક્વૉર્ટર ફાઇનલની અન્ય ચાર ટીમો ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ૬ ટીમો વચ્ચેની રસાકસીથી નક્કી થશે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, જપાન અને નેપાલને સ્થાન મળ્યું છે જ્યારે ગ્રુપ Bમાં ઓમાન, મલેશિયા અને હૉન્ગકૉન્ગ છે. દરેક ટીમ પોતપોતાની ગ્રુપ-ટીમો સામે એક-એક વખત રમશે અને દરેક ગ્રુપની ટૉચની બે ટીમો આગળ વધશે. 



મહિલાઓની ક્રિકેટ ઇવેન્ટ સીધી ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડથી શરૂ થશે. ભારતીય વિમેન્સ ટીમ યજમાન જપાન સામે ટકરાશે. અન્ય મૅચો થાઇલૅન્ડ-પાકિસ્તાન, મલેશિયા-શ્રીલંકા અને ચાઇના-બંગલાદેશ વચ્ચે નક્કી થઈ છે.  


એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ઇવેન્ટ ૧૭થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે પુરુષોની ઇવેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી યોજાશે. એશિયન ગેમ્સની પાછલી આવૃત્તિમાં પુરુષ અને મહિલા બન્ને ક્રિકેટ ઇવેન્ટમાં ભારત ગોલ્ડ મેડલ જીત્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 12:09 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK