વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણેય ફાઇનલ મૅચ હાર્યું છે ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડની કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટ અને ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન સોફી મૉલિનૂ
આૅસ્ટ્રેલિયા આઠમી વખત અને ઇંગ્લૅન્ડ પાંચમી વખત ફાઇનલ રમશે, ઇંગ્લૅન્ડ ૨૦૦૯ બાદ જીત્યું નથી અને કાંગારૂઓ છ વખત ચૅમ્પિયન બન્યા છે
આજે ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20ના તાજ માટે કાંગારૂઓ અને અંગ્રેજો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળશે. સૌથી વધુ વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલ મૅચમાં એન્ટ્રી મેળવનાર ટીમોમાં ઑસ્ટ્રેલિયા આઠ વખત સાથે પહેલા ક્રમે અને ઇંગ્લૅન્ડ પાંચ વખત સાથે બીજા ક્રમે છે. બન્ને વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૮માં રમાયેલી તમામ ફાઇનલ મૅચમાં કાંગારૂઓ સામે અંગ્રેજોને હાર મળી છે.
ADVERTISEMENT
૨૦૦૯માં પહેલવહેલું ટાઇટલ જીતનાર ઇંગ્લૅન્ડ આજે પોતાનું બીજું ટાઇટલ જીતીને વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન ન બનવાનો સિલસિલો અટકાવવાના ટાર્ગેટ સાથે ઊતરશે. ૨૦૧૦થી ૨૦૨૦ વચ્ચે લાગલગાટ ૭ ફાઇનલ રમનાર ઑસ્ટ્રેલિયા રેકૉર્ડ છ વખત ચૅમ્પિયન બન્યું છે.
૨૦૦૫થી ૨૦૨૫ વચ્ચે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૪૫ T20 મૅચ રમાઈ છે. એમાંથી ઑસ્ટ્રેલિયા ૨૩ અને ઇંગ્લૅન્ડ ૨૧ મૅચ જીત્યું છે. ૨૦૨૨માં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૨૫માં રમાયેલી ત્રણ મૅચની સિરીઝમાં કાંગારૂઓએ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી.
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ આ સીઝનમાં લાગલગાટ છ જીત સાથે અજેય રહ્યા છે. બન્ને વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ૯ મૅચ રમાઈ છે એમાંથી ઑસ્ટ્રેલિયા ૬ અને ઇંગ્લૅન્ડ ૩ મૅચ જીત્યું છે.
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં હમણાં સુધીની ૯ ફાઇનલ મૅચનાં રિઝલ્ટ
૨૦૦૯ ન્યુ ઝીલૅન્ડનો માત્ર ૮૬ રનનો ટાર્ગેટ ૧૭ ઓવરમાં ચેઝ કરી ઇંગ્લૅન્ડ ૪ વિકેટે જીત્યું.
૨૦૧૦ ૦૬/૮ના સ્કોર સામે ન્યુ ઝીલૅન્ડને ૧૦૩/૬ના સ્કોર પર અટકાવી ઑસ્ટ્રેલિયાની ૩ રને જીત.
૨૦૧૨ ઑસ્ટ્રેલિયાના ૧૪૨/૪ના સ્કોર સામે ઇંગ્લૅન્ડ ૯ વિકેટે ૧૩૮ રન કરીને ૪ રને હાર્યું
૨૦૧૪ ઇંગ્લૅન્ડના ૧૦૫/૮ના સ્કોર સામે ૪ વિકેટે ૧૦૬ રન કરી ઑસ્ટ્રેલિયા ૬ વિકેટે જીત્યું.
૨૦૧૬ ઑસ્ટ્રેલિયાના ૧૪૯ રનના ટાર્ગેટને ૧૯.૩ ઓવરમાં ચેઝ કરીને વેસ્ટ ઇન્ડીઝ ૮ વિકેટે જીત્યું.
૨૦૧૮ ઇંગ્લૅન્ડના ૧૦૬ રનના ટાર્ગેટને ૧૫.૧ ઓવરમાં ચેઝ કરીને ઑસ્ટ્રેલિયા ૮ વિકેટે જીત્યું.
૨૦૨૦ ઑસ્ટ્રેલિયાના ૧૮૪/૪ના સ્કોર સામે ભારત ૯૯ રન કરીને ૮૫ રને હાર્યું.
૨૦૨૩ સાઉથ આફ્રિકા સામે ૧૫૭ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ઑસ્ટ્રેલિયા ૧૯ રને જીત્યું.
૨૦૨૪ ૧૫૮/૫ના સ્કોર સામે સાઉથ આફ્રિકાને ૧૨૬/૯ના સ્કોર પર રોકી ન્યુ ઝીલૅન્ડ ૩૨ રને જીત્યું.
ઘરઆંગણે રમાયેલી તમામ ફાઇનલ જીત્યું છે ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડ આજે પાંચમી વખત ઘરઆંગણે વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલ રમશે. અગાઉ ઘરઆંગણે રમાયેલી તમામ ૪ ફાઇનલ ઇંગ્લૅન્ડ જીત્યું છે. વન-ડે વર્લ્ડ કપ ૧૯૭૩ બર્મિંગહૅમમાં, લૉર્ડ્સમાં વન-ડે વર્લ્ડ કપ ૧૯૯૩, લૉર્ડ્સમાં T20 વર્લ્ડ કપ ૨૦૦૯ અને લૉર્ડ્સમાં વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૭ દરમ્યાન ઇંગ્લૅન્ડ ફાઇનલ મૅચ જીત્યું હતું એટલે કે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ ક્યારેય ફાઇનલ મૅચ હાર્યું નથી.
અફઘાનિસ્તાનમાં મૅચ દરમ્યાન બે વખત રહમાનુલ્લા ગુરબાઝની કૅપ ચોરાઈ ગઈ
બીજી વખત લૉર્ડ્સમાં રમાશે વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલ યજમાન ઇંગ્લૅન્ડના લંડનસ્થિત ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીજી વખત વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલ રમાશે. પહેલી વખત ૨૦૦૯માં પહેલી જ સીઝનમાં ફાઇનલ મૅચ અહીં રમાઈ હતી. વિમેન્સ T20 વર્લ્ડ કપ બે વખત ફાઇનલ મૅચની યજમાની કરનાર આ પહેલું ગ્રાઉન્ડ બનશે.અફઘાનિસ્તાનની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શ્પાગીઝા ક્રિકેટ લીગમાંથી કેટલાંક રમૂજી દૃશ્યો સામે આવ્યાં છે. અફઘાનિસ્તાનના વિકેટકીપર-બૅટર રહમાનુલ્લા ગુરબાઝની કૅપની બે વખત જાહેરમાં ચોરી થઈ હતી.
શ્પાગીઝા ક્રિકેટ લીગની મૅચ દરમ્યાન બે અજ્ઞાત ફૅન્સ રહમાનુલ્લા ગુરબાઝને ભેટવાના બહાને મેદાન પર ઘૂસી આવ્યા હતા. રહમાનુલ્લા ગુરબાઝને ભેટીને બન્ને ફૅન્સે તેની કૅપ લઈને ભાગી ગયા હતા. રહમાનુલ્લા ગુરબાઝ પણ આ બન્ને ઘટનાને કારણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
