Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાનું કમબૅક, બીજી વન-ડેમાં પાકિસ્તાનને ૪૧ રનથી હરાવ્યું

ઑસ્ટ્રેલિયાનું કમબૅક, બીજી વન-ડેમાં પાકિસ્તાનને ૪૧ રનથી હરાવ્યું

Published : 04 June, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર વિકેટ ઝડપી નૅથન એલિસ બન્યો મૅચનો હીરો, ૨૮ વર્ષ બાદ કાંગારૂઓેને આજે વન-ડે સિરીઝ જીતવાની તક...

નૅથન એલિસે ૩૩ રનમાં ચાર વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો

નૅથન એલિસે ૩૩ રનમાં ચાર વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો


શનિવારે રાવલપિંડીમાં પ્રથમ વન-ડેમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટથી હાર્યા બાદ મંગળવારે લાહોરમાં બીજી વન-ડે ૪૧ રનથી જીતીને ઑસ્ટ્રેલિયાએ શાનદાર કમબૅક કર્યું હતું. ૧-૧થી બરોબરી બાદ ત્રીજી અને નિર્ણાયક વન-ડે આજે લાહોરમાં રમાશે.

મંગળવારે પાકિસ્તાને ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ મૅચના પહેલા જ બૉલે ઍલેક્સ કૅરીની વિકેટ ગુમાવ્યા બાદ કૅપ્ટન જૉશ ઇંગ્લિસ અને કૅમરન ગ્રીનની હાફ સેન્ચુરીને લીધે ૫૦ ઓવરમાં ૯ વિકેટે સન્માજનક ૨૩૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાન પહેલી જ ઓવરથી નિરંતર વિકેટ ગુમાવતું રહીને ૧૭મી ઓવરમાં ૭૮ રનમાં ૬ વિકેટ જેવી દયનીય સ્થિતિમાં પહોંચી ગયું હતું. શાદાબ ખાન (૧૦૪ બૉલમાં ૭૨) અને બીજી જ વન-ડે રમી રહેલા અરફાત મિન્હાસે (૪૩ બૉલમાં ૩૩ રન) થોડો સમય પ્રતિકાર કર્યો હતો પણ તેઓ મૅન ઑફ ધ મૅચ નૅથન એલિસના તરખાટ સામે ૪૪મી ઓવરમાં ઑલઆઉટ થઈ ગયા હતા. નૅથન એલિસે ૯ ઓવરમાં એક મેઇડન નાખીને ૩૩ રનમાં ૪ વિકેટ લીધી હતી. બાબર આઝમ ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૬ રન જ બનાવી શક્યો હતો.

ત્રીજી અને નિર્ણાયક વન-ડે આજે લાહોરમાં જ રમાશે. ઑસ્ટ્રેલિયા છેલ્લે પાકિસ્તાનમાં વન-ડે સિરીઝ ૧૯૯૮માં જીત્યું હતું, આમ ૨૮ વર્ષના લાંબા ઇન્તેજાર બાદ હવે વધુ એક વન-ડે સિરીઝ જીતવાનો મોકો છે. પાકિસ્તાન છેલ્લાં ૧૧ વર્ષમાં ઘરઆંગણે માત્ર એક જ વન-ડે સિરીઝ હાર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK