Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સામે પહેલી વખત T20 સિરીઝ જીત્યા કાંગારૂઓ

બંગલાદેશ સામે પહેલી વખત T20 સિરીઝ જીત્યા કાંગારૂઓ

Published : 20 June, 2026 09:13 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૭ રનના ટાર્ગેટ સામે ૧૮૯/૬નો સ્કોર કરીને સાત રને હારી યજમાન ટીમ, સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૅટ રેનશૉ ૮૯ રન કરવાની સાથે એક વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૅટ રેનશૉ ૮૯ રન કરવાની સાથે એક વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૅટ રેનશૉ ૮૯ રન કરવાની સાથે એક વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


ગઈ કાલે બીજી T20 મૅચ ૭ રને જીતીને ઑસ્ટ્રેલિયાએ બંગલાદેશ સામેની ત્રણ T20 મૅચની સિરીઝમાં ૨-૦ થી કબજો કર્યો હતો. ૨૦૨૧માં બંગલાદેશ સામે એકમાત્ર T20 સિરીઝમાં હારનાર કાંગારૂઓ આ હરીફ સામે પહેલી વખત દ્વિપક્ષીય T20 સિરીઝ જીત્યા છે. 

મૅટ રેનશૉએ બાવન બૉલમાં ચાર ફોર અને પાંચ સિક્સના આધારે અણનમ ૮૯ રન કરીને ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૬/૫નો કર્યો હતો. ઓપનર સૈફ હસનના ૩૩ બૉલમાં ૪૨ રનની મદદથી ૧૧ ઓવરમાં ૧૧૬/૨નો સ્કોર કરીને જીત તરફ આગળ વધી રહ્યું હતું. જોકે મિડલ-ઑર્ડરની ધીમી બૅટિંગને કારણે બંગલાદેશ ૨૦ ઓવરમાં ૧૮૯/૬નો સ્કોર કરીને હાર્યું હતું.



સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૅટ રેનશૉ ૮૯ રન કરવાની સાથે એક વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 09:13 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK