Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટનપદ પરથી શાન મસૂદ આઉટ, બાબર આઝમ ઇન

પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટનપદ પરથી શાન મસૂદ આઉટ, બાબર આઝમ ઇન

Published : 06 July, 2026 12:09 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાન મસૂદ કૅપ્ટન તરીકે પોતાની ૧૬ ટેસ્ટ-મૅચમાંથી ૧૨ મૅચમાં હાર્યો હતો

બાબર આઝમ

બાબર આઝમ


વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડની આગામી ટૂર માટે શાન મસૂદને પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટન તરીકે દૂર કરવામાં આવ્યો છે. લગભગ ૩ વર્ષ પહેલાં ટેસ્ટ-કૅપ્ટન તરીકે નિયુક્ત થયેલા શાન મસૂદ આ ફૉર્મેટમાં કૅપ્ટન તરીકે ૧૬ ટેસ્ટ-મૅચમાંથી ૧૨ મૅચમાં હાર્યો હતો. માત્ર ૪ ટેસ્ટ-મૅચમાં જીત મળી હતી.

અનુભવી બૅટર બાબર આઝમ બીજી વખત આ ભૂમિકામાં જોવા મળશે. ૨૦૨૧થી ૨૦૨૩ વચ્ચે તેની આગેવાનીમાં પાકિસ્તાન ૨૦માંથી ૧૦ મૅચ જીત્યું અને ૬ મૅચમાં હાર મળી. ૪ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. શાહીન આફ્રિદી, હસન અલી અને નોમાન અલીની સિનિયર ત્રિપુટીને ડ્રૉપ કરીને ચાર અનકૅપ્ડ ખેલાડીઓને ટેસ્ટ-સ્ક્વૉડમાં સ્થાન આપવામાં આવ્યું છે.



પાકિસ્તાન આ મહિનાના અંતમાં બે ટેસ્ટ-મૅચ માટે વેસ્ટ ઇન્ડીઝની ટૂર કરશે. પહેલી ટેસ્ટ-મૅચ પચીસથી ૨૯ જુલાઈ અને બીજી ટેસ્ટ-મૅચ બીજીથી ૬ ઑગસ્ટ દરમ્યાન રમાશે. ત્યાર બાદ ટીમ ત્રણ મૅચની સિરીઝ માટે ઇંગ્લૅન્ડ જશે જે ૧૯ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે રમાશે.


હાલમાં શ્રેષ્ઠ ટીમોમાં સૌથી આગળ છે ભારત : પાકિસ્તાની હેડ કોચ માઇક હેસન


પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ માઇક હેસને ભારતીય ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે. માઇક હેસન કહે છે કે ‘વિશ્વની દરેક ટીમ હાલમાં ભારતને હરાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ફક્ત પાકિસ્તાન જ નહીં, પરંતુ દરેક ટીમની આવી સ્થિતિ છે.’

માઇક હેસન આગળ કહે છે કે ‘અન્ય ટીમો સામે પાકિસ્તાનના પ્રભાવશાળી પ્રદર્શન છતાં આપણું મૂલ્યાંકન ભારત સામેની મૅચનાં પરિણામોના આધારે થાય છે. ભારત માત્ર શ્રેષ્ઠ ટીમ નથી, પરંતુ તેઓ બાકીના કરતાં ઘણા આગળ છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 12:09 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK