સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં બંગલાદેશે શાનદાર પ્રારંભ કર્યો છે. જોહનિસબર્ગમાં બીજા દિવસે તૌહિદ હૃદયના ૨૨૭ બૉલમાં ૧૩૭ રન અને લિટન દાસના ૧૨૦ રનની મદદથી બંગલાદેશની પહેલી ઇનિંગ્સ ૧૦૧.૨ ઓવરમાં ૪૦૦-૧૦ના સ્કોર પર સમાપ્ત થઈ હતી.
લિટન દાસે પોતાની આઠમી ટેસ્ટ-સેન્ચુરીને પોતાની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેને સમર્પિત કરી હતી. ગઈ કાલે ૩ વર્ષની થઈ લિટન દાસની દીકરી અનાયરા
સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં બંગલાદેશે શાનદાર પ્રારંભ કર્યો છે. જોહનિસબર્ગમાં બીજા દિવસે તૌહિદ હૃદયના ૨૨૭ બૉલમાં ૧૩૭ રન અને લિટન દાસના ૧૨૦ રનની મદદથી બંગલાદેશની પહેલી ઇનિંગ્સ ૧૦૧.૨ ઓવરમાં ૪૦૦-૧૦ના સ્કોર પર સમાપ્ત થઈ હતી. યજમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ઓપનર માર્કેસ ઍકરમૅને ૨૧ ફોર, ૧ સિક્સના સહારે ૧૬૪ બૉલમાં ફટકારેલા ૧૫૭ રનની મદદથી ૬૨ ઓવર સુધીમાં ૨૮૭-૪નો સ્કોર કર્યો હતો.
બંગલાદેશના વિકેટકીપર-બૅટર લિટન દાસે પોતાની આઠમી ટેસ્ટ-સેન્ચુરીને પોતાની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેને સમર્પિત કરી હતી. સદી ફટકાર્યા પછી તેણે ખિસ્સામાંથી કાગળનો ટુક્ડો કાઢીને દેખાડ્યો હતો. આ કાગળ પર લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે, માય પ્રિન્સેસ. ધિસ ૧૦૦ ફૉર યુ.’તૌહિદ હૃદયની જેમ લિટન દાસે પણ ૧૪ ફોર, ૧ સિક્સ ફટકારી હતી અને ૧૭૯ બૉલમાં ૧૨૦ રન નોંધાવ્યા હતા.
