Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રજત પાટીદારની જબરી તડાફડી

રજત પાટીદારની જબરી તડાફડી

Published : 17 November, 2026 08:58 AM | Modified : 17 November, 2026 09:17 AM | IST | New Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામ સામે ૪૮ બૉલમાં ૮ ફોર અને ૧૩ સિક્સ ફટકારીને બનાવ્યા અણનમ ૧૩૫ રન, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશનો પહેલો શતકવીર બન્યો.મધ્ય પ્રદેશે પહેલી વખત ૨૫૦ રન કરીને આસામ સામે ૧૩૧ રને જીત મેળવી.

રજત પાટીદાર ૪૮ બૉલમાં અણનમ ૧૩૫ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો

રજત પાટીદાર ૪૮ બૉલમાં અણનમ ૧૩૫ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો


આસામ સામે ૪૮ બૉલમાં ૮ ફોર અને ૧૩ સિક્સ ફટકારીને બનાવ્યા અણનમ ૧૩૫ રન, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશનો પહેલો શતકવીર બન્યો.મધ્ય પ્રદેશે પહેલી વખત ૨૫૦ રન કરીને આસામ સામે ૧૩૧ રને જીત મેળવી.

ન્યુ ચંડીગડમાં ગઈ કાલે આસામ સામે ૧૩૧ રને જીત મેળવીને મધ્ય પ્રદેશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ Cમાં પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશે રજત પાટીદારના અણનમ ૧૩૫ રન અને શિવાંગ કુમારના ૬૧ રનની મદદથી પોતાનો હાઇએસ્ટ ૨૫૦-૬નો સ્કોર કર્યો હતો. આસામની ટીમ ૧૭.૪ ઓવરમાં ૧૧૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ૨૦૧૯માં મધ્ય પ્રદેશે મેઘાલય સામે ૨૪૪-૪નો પોતાનો આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો.



મધ્ય પ્રદેશનો કૅપ્ટન રજત પાટીદાર ૪૮ બૉલમાં અણનમ ૧૩૫ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ૨૮૧.૨૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૮ ફોર અને ૧૩ સિક્સ ઝૂડ્યા હતા. ટીમ નવમી ઓવરમાં ૫૯-૩ના સ્કોર પર હતી ત્યારે છઠ્ઠા ક્રમે રમીને રજત પાટીદારે ૨૬ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને આગામી બાવીસ બૉલમાં ૮૩ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 09:17 AM IST | New Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK