Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ પ્રીમિયર લીગની છેલ્લી બે સીઝનમાં થયું ૪૦ કરોડનું નુકસાન

બંગલાદેશ પ્રીમિયર લીગની છેલ્લી બે સીઝનમાં થયું ૪૦ કરોડનું નુકસાન

Published : 21 August, 2026 12:29 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે ગુરુવારે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તમીમ ઇકબાલે આ વર્ષે બંગલાદેશ પ્રીમિયર લીગ નહીં યોજાશે એવા સંકેત આપ્યા છે. 

તમિમ ઇકબાલ

તમિમ ઇકબાલ


બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે ગુરુવારે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તમીમ ઇકબાલે આ વર્ષે બંગલાદેશ પ્રીમિયર લીગ નહીં યોજાશે એવા સંકેત આપ્યા છે. 
તમીમ ઇકબાલ કહે છે, ‘બંગલાદેશ ક્રિકેટ બોર્ડને છેલ્લાં બે વર્ષમાં ટુર્નામેન્ટમાંથી આશરે ૪૦ કરોડ બંગલાદેશી ટાકાનું નુકસાન થયું છે. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાંથી આપણું બોર્ડ પૈસા કમાતું હોવું જોઈએ. જોકે અહીં નુકસાન જ થઈ રહ્યું છે. આનો અર્થ એ થાય કે કંઈક ખોટું છે. જ્યાં સુધી આપણે આ મુદ્દાઓને સુધારી ન લઈએ ત્યાં સુધી આપણા માટે દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરવું જરૂરી નથી. મને નથી લાગતું કે BPL આ વર્ષે યોજાશે.’
૨૦૧૨થી બંગલાદેશ પ્રીમિયર લીગની ૧૨ સીઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે ડિસેમ્બરમાં લીગની આગામી સીઝનનું આયોજન કરવાની યોજના હતી. અગાઉ ૨૦૧૪માં પોલિટિકલ ક્રાઇસિસ અને ૨૦૨૦-’૨૧માં કોરોના મહામારીને કારણે આ લીગ રમાઈ નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 12:29 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK