ઇંગ્લૅન્ડ ટૂર પર રિષભ પંત અને ક્રિસ વોક્સને થયેલી ગંભીર ઇન્જરીમાંથી લેવામાં આવ્યો બોધપાઠ
રિષભ પંત
ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ-સિરીઝમાં રિષભ પંત અને ક્રિસ વૉક્સને થયેલી ગંભીર ઇન્જરીને કારણે રમત પર મોટી અસર પ઼ડી હતી. આ ટેસ્ટ-સિરીઝમાંથી બોધપાઠ લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આગામી ડોમેસ્ટિક સીઝનથી નવા ઇન્જરી રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.
અહેવાલ અનુસાર અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં અમ્પાયર્સને ગંભીર ઇન્જરીના આ નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. કન્કશન (માથાની ઇન્જરી) રિપ્લેસમેન્ટ નિયમોની જેમ જ લાઇક-ફોર-લાઇક રિપ્લેસમેન્ટને મંજૂરી આપવામાં આવશે. આ નિયમો માત્ર મલ્ટી-ડે ફૉર્મેટની મૅચોમાં જ લાગુ થશે. ડૉક્ટર અને ઇન્જર્ડ પ્લેયર સાથે ઇન્જરીની હદ અને ગંભીરતા નક્કી કરીને રિપ્લેસમેન્ટનો અંતિમ નિર્ણય લેવાનો અધિકારી મૅચ-રેફરીના હાથમાં રહેશે.

