ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે ગઈ કાલે કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમવાની શરૂ કરી હતી. નાઇટક્લબ વિવાદને કારણે બેન સ્ટોક્સ પર તપાસ ચાલી રહી છે અને તેને હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન સ્ટોક્સની મેદાન પર વાપસી
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે ગઈ કાલે કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમવાની શરૂ કરી હતી. નાઇટક્લબ વિવાદને કારણે બેન સ્ટોક્સ પર તપાસ ચાલી રહી છે અને તેને હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
નૉર્ધમ્પ્ટનશર સામેની મૅચમાં ગઈ કાલે ડરહમ ક્લબ તરફથી બેન સ્ટોક્સ મૅચ રમતો જોવા મળ્યો હતો. વરસાદના વિઘ્ન પહેલાં નૉર્ધમ્પ્ટનશરે ૪૩.૨ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૬૩ રન કર્યા હતા. ફાસ્ટ બોલર તરીકે બેન સ્ટોક્સે ૯ ઓવરમાંથી બે ઓવર મેઇડન ફેંકીને ૨૬ રન આપ્યા હતા.