આકાશ દીપની જગ્યાએ ફાસ્ટ બોલર તરીકે હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ના રમી શકે છે
આકાશ દીપ
ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠ જકડાઈ જવાથી ઑસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી સિડની ટેસ્ટ-મૅચની બહાર થયો છે. આકાશે બ્રિસબેન અને મેલબર્ન એમ બે ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લીધી છે. તેણે ૭૭.૫ ઓવરમાં ૧૮ મેઇડન ઓવર નાખીને ૨૭૦ રન આપ્યા હતા. આકાશ દીપની જગ્યાએ ફાસ્ટ બોલર તરીકે હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ના રમી શકે છે. ઑસ્ટ્રેલિયાના મેદાન પર ઘણા ફાસ્ટ બોલર્સ ઘૂંટણ, પગની ઘૂંટી અને પીઠની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.