ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં તેની વિરાટ કોહલી સાથે રકઝક થઈ હતી અને બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે તેની વિકેટ બાદ ઉજવણી કરી તેને ચીડવ્યો હતો
બુમરાહ-કોહલી સાથે સૅમ કૉન્સ્ટૅસની ફૅમિલી
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૯ વર્ષના ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટૅસે ઑસ્ટ્રેલિયા સામે ફિફ્ટી ફટકારી શાનદાર ડેબ્યુ કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં તેની વિરાટ કોહલી સાથે રકઝક થઈ હતી અને બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે તેની વિકેટ બાદ ઉજવણી કરી તેને ચીડવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં સૅમ કૉન્સ્ટૅસે તેની સામે બે સિક્સર પણ ફટકારી હતી જે ૨૦૨૧ બાદ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની બોલિંગ પર પડેલી બે ટેસ્ટ-મૅચની સિક્સર હતી.
મેદાનની ઘટના ત્યાં જ છોડીને તમામ ક્રિકેટર્સ પ્રાઇમ મિનિસ્ટરના આવાસ પર એકબીજા સાથે મિત્રની જેમ વાતચીત કરતા જોવા મળ્યા હતા જ્યાં સૅમ કૉન્સ્ટૅસના પપ્પા અને ભાઈઓએ વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સાથે ફોટો પણ પડાવ્યો હતો.