ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનના ભાઈ બેન કરૅનને ઝિમ્બાબ્વેની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં એન્ટ્રી મળી, અનુભવી પ્લેયર બ્રેન્ડન ટેલર ઇન્જરીને કારણે વર્લ્ડ કપમાંથી આઉટ
સૅમ કરૅનના ભાઈ બેન કરૅનને ઝિમ્બાબ્વેની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં એન્ટ્રી
T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઝિમ્બાબ્વેની ટીમને મોટો ફટકો પડ્યો હતો. ૪૦ વર્ષનો વિકેટકીપર-બૅટર બ્રેન્ડન ટેલર હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે હવે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ICCની ઇવેન્ટ ટેક્નિકલ કમિટીએ તેના સ્થાને ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનના ભાઈ બેન કરૅનને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે મંજૂરી
આપી છે.
બ્રેન્ડન ટેલર ૨૦૦૭ના વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. એ સમયે ઑસ્ટ્રેલિયા સામેની યાદગાર જીતમાં તે ૬૦ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં તેણે ઓમાન સામેની પહેલી જ મૅચ રમી હતી જેમાં તેણે ૩૧ રન કરીને ૩ કૅચ પણ પકડ્યા હતા. તે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં રમી શક્યો નહોતો. ૨૯ વર્ષનો ટૉપ ઑર્ડર બૅટર બેન કરૅન ઝિમ્બાબ્વે માટે ડિસેમ્બર ૨૦૨૪થી ૮ ટેસ્ટ અને ૮ વન-ડે મૅચ જ રમ્યો છે. વર્તમાન વર્લ્ડ કપમાં તે T20 ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે.


