Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ટીમ ઈન્ડિયાના કોચ પર તૂટ્યા દુઃખના પહાડ, દુબઈથી થયા પરત

ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ટીમ ઈન્ડિયાના કોચ પર તૂટ્યા દુઃખના પહાડ, દુબઈથી થયા પરત

Published : 18 February, 2025 04:26 PM | Modified : 19 February, 2025 07:05 AM | IST | Dubai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયામાં તે સમયે ઉદાસી છવાઈ ગઈ જ્યારે ખબર પડી કે બૉલિંગ કોચ મોર્ને મોર્કલના પિતા એલ્બર્ટ મોર્કલનું નિધન થઈ ગયું.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયામાં (Team India) તે સમયે ઉદાસી છવાઈ ગઈ જ્યારે ખબર પડી કે બૉલિંગ કોચ મોર્ને મોર્કલના પિતા એલ્બર્ટ મોર્કલનું નિધન થઈ ગયું.


Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા તે સમયે ઉદાસ થઈ ગઈ જ્યારે ખબર પડી કે બૉલિંગ કોચ મોર્ને મોર્કલના પિતા એલ્બર્ટ મોર્કલનું નિધન થઈ ગયું. ફૉર્મર ફાસ્ટ બૉલર દુબઈથી (Dubai) દક્ષિણ આફ્રિકા (South Africa) રવાના થઈ ગયા છે. 20 ફેબ્રુઆરીના બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ પોતાની પહેલી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દુબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે.



મોર્કેલના પિતા ક્રિકેટર હતા...
મોર્કેલના પિતા આલ્બર્ટ પણ ક્રિકેટર હતા. તેને દક્ષિણ આફ્રિકામાં લિસ્ટ A મેચ રમવાની તક મળી. તેઓ ૭૪ વર્ષના હતા. મોર્ને મોર્કેલને ત્રણ ભાઈઓ છે. આલ્બી મોર્કેલ અને માલન મોર્કેલ પણ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે રમી ચૂક્યા છે. આલ્બીને 1 ટેસ્ટ, 58 વનડે અને 50 ટી20 મેચ રમવાની તક મળી. તે દક્ષિણ આફ્રિકાના (South Africa) શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. જ્યારે, માલન મોર્કલે દક્ષિણ આફ્રિકાની અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


મોર્કેલ તાજેતરમાં બૉલિંગ કોચ બન્યો
ભારતીય ક્રિકેટરો ટુર્નામેન્ટ માટે દુબઈ પહોંચ્યા ત્યારથી મોર્કેલ 15 ફેબ્રુઆરીથી ટીમ સાથે હતો. તે ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા ટીમમાં જોડાયો હતો. તેમણે ભૂતપૂર્વ બૉલિંગ કોચ પારસ મ્હામ્બ્રેનું સ્થાન લીધું. પારસનો કાર્યકાળ 2024 ના ICC T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો. બીજી તરફ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટીમના બૉલિંગ પ્રદર્શન માટે મોર્કેલની ટીકા થઈ હતી.

ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામે હાર
ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે બૉલરોએ નિરાશ કર્યા હતા. કિવી ટીમે ભારતીય ટીમને આશ્ચર્યચકિત કરી દીધી અને 3 ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી. આ પછી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border Gavaskar Trophy) ટીમ ઈન્ડિયાને (Team India) ઓસ્ટ્રેલિયા (Australia) સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. કાંગારૂ ટીમે શ્રેણી ૩-૧થી જીતી હતી.


ગંભીરના કહેવાથી તે બૉલિંગ કોચ બન્યો
મોર્ને મોર્કેલ અગાઉ પાકિસ્તાન અને લખનૌ સુપર જાયન્ટ્સ સાથે કામ કરી ચૂક્યા છે. ગંભીર લખનૌના માર્ગદર્શક હતા અને તેમને ગમ્યું કે મોર્કેલે ફ્રેન્ચાઇઝના બૉલિંગ પ્રદર્શનમાં કેવી રીતે સુધારો કર્યો. તેમણે બીસીસીઆઈને મોર્કેલને રાષ્ટ્રીય ટીમના બૉલિંગ કોચ તરીકે પસંદ કરવા કહ્યું અને બોર્ડ સંમત થયું. ભારતીય બોલર આર. વિનય કુમાર કરતાં મોર્કેલને વધુ પસંદ કરવામાં આવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 07:05 AM IST | Dubai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK