Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિ શાસ્ત્રીની પાર્ટીમાં જૂના ધુરંધરોનું મિલન

રવિ શાસ્ત્રીની પાર્ટીમાં જૂના ધુરંધરોનું મિલન

Published : 24 April, 2026 03:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગઈ કાલની મૅચ નિહાળતાં પહેલાં તે ઈડન ગાર્ડન્સમાં કલકત્તા-રાજસ્થાનની મૅચ જોવા પણ ગયા હતા.

સુનીલ ગાવસકરે ગઈ કાલે રવિ શાસ્ત્રીની પાર્ટીમાંથી એક શાનદાર ફોટો શૅર કર્યો

સુનીલ ગાવસકરે ગઈ કાલે રવિ શાસ્ત્રીની પાર્ટીમાંથી એક શાનદાર ફોટો શૅર કર્યો


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ સુનીલ ગાવસકરે ગઈ કાલે રવિ શાસ્ત્રીની પાર્ટીમાંથી એક શાનદાર ફોટો શૅર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઍલન બૉર્ડર અને ભારતના સચિન તેન્ડુલકર સાથેની મુલાકાતનો ફોટો શૅર કરીને તેમણે લખ્યું, ‘રવિ શાસ્ત્રીની પાર્ટીમાં AB (ઍલન બૉર્ડર) અને વન ઍન્ડ ઓન્લી SRT (સચિન રમેશ તેન્ડુલકર)ને મળીને આનંદ થયો.’ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફીના નામે રમાતી ટેસ્ટ-સિરીઝમાં સચિન તેન્ડુલકર ૩૪  મૅચમાં ૩૨૬૨ રન સાથે હજી પણ નંબર વન બૅટર છે. ઑસ્ટ્રેલિયા માટે ૪૨૯  મૅચોમાં ૩૦  સદી અને ૧૦૨ ફિફટીના આધારે ૧૭,૬૯૮ રન કરનાર ભૂતપૂર્વ મિડલ-ઑર્ડર બૅટર ઍલન બૉર્ડર હાલમાં IPL મૅચ જોવાનું આમંત્રણ મળ્યું હોવાથી ભારતમાં છે. મુંબઈમાં ગઈ કાલની મૅચ નિહાળતાં પહેલાં તે ઈડન ગાર્ડન્સમાં કલકત્તા-રાજસ્થાનની મૅચ જોવા પણ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK