Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026માં પહેલી વખત ટીમ સાથે સ્ટેડિયમમાં આવ્યો ધોની

IPL 2026માં પહેલી વખત ટીમ સાથે સ્ટેડિયમમાં આવ્યો ધોની

Published : 19 May, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ ૧૪મી લીગ-સ્ટેજ મૅચ ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં રમશે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ માટે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ચેપૉક સ્ટેડિયમ પહોંચ્યો હતો. IPL 2026માં પહેલી વખત ધોની ચેન્નઈ સ્ક્વૉડ સાથે મૅચ માટે સ્ટેડિયમ સુધી આવ્યો હતો. ક્રિકેટ-ફૅન્સને આશા હતી કે આ સીઝનની ચેન્નઈની છેલ્લી હોમ-મૅચમાં ધોની જરૂર રમશે. પગની ઇન્જરીને લીધે ધોની અત્યાર સુધી કોઈ મૅચ રમી શક્યો નથી. ટૉસ સમયે કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ મહેન્દ્ર સિંહ ધોની વિશે સવાલ પૂછતાં ચેપૉક સ્ટેડિયમમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જોકે ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સ્પષ્ટતા કરી હતી કે ધોની અમારી સાથે સ્ટેડિયમમાં આવ્યો છે પરંતુ ફુલ્લી-ફિટ નથી એટલે આ મૅચમાં નહીં રમે. કદાચ છેલ્લી લીગ-સ્ટેજ મૅચમાં રમી શકશે. ૨૧ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ ૧૪મી લીગ-સ્ટેજ મૅચ ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં રમશે.



ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદની બૅટિંગ બાદ બ્રેક દરમ્યાન ચેપૉક સ્ટેડિયમમાં ફૅન્સનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હતો. સ્ટેડિયમની ફ્લડલાઇટ બંધ કરીને સ્ટૅન્ડ પાસે લાગેલી સ્ક્રીન પર ધોનીનું નામ ચાલી રહ્યું હતું અને સીઝનની અંતિમ હોમ-મૅચ હોવાથી મહેન્દ્ર સિંહ ધોની ટીમ સાથે ગ્રુપ-ફોટો લેવા મેદાનમાં આવ્યો હતો. સીઝનમાં પહેલી વખત મૅચ દરમ્યાન ધોનીને સ્ટેડિયમમાં આવેલો જોઈને તેની પત્ની સાક્ષી અને દીકરી ઝિવા સહિત અનેક ક્રિકેટ-ફૅન્સ ભાવુક જોવા મળ્યાં હતાં. ગ્રુપ-ફોટો બાદ ધોની ફરી ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો. ટીમના વૉર્મ-અપ દરમ્યાન પણ તે મેદાન પર આવ્યો નહોતો. 


ચેન્નઈ માટેનો ધોનીનો ૧૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો સંજુ સૅમસને

ચેન્નઈ સુપર કિંગ્સમાં મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપર-બૅટર તરીકેની ભૂમિકા હાલમાં સંજુ સૅમસન શાનદાર રીતે નિભાવી રહ્યો છે. તેણે આ સીઝનમાં ૧૩ મૅચમાં ૧૬૬.૨ના સ્ટ્રાઇક-રેટથી ૪૭૭ રન કરીને ધોનીનો રેકૉર્ડ તોડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે વિકેટકીપર-બૅટર તરીકે એક સીઝનમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ હવે સંજુ સૅમસનના નામે થયો છે. અગાઉ ૨૦૧૩માં ધોનીએ ચેન્નઈ માટે વિકેટકીપર-બૅટર તરીકે ૧૬ મૅચમાં ૪૬૧ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK