Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દાસુન શનાકાના નામે MLCની પહેલી ડબલ હૅટ-ટ્રિક થઈ

દાસુન શનાકાના નામે MLCની પહેલી ડબલ હૅટ-ટ્રિક થઈ

Published : 07 July, 2026 08:46 PM | IST | Sri Lanka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની પહેલી ડબલ હૅટ-ટ્રિક એટલે કે ૪ બૉલમાં ૪ વિકેટ છેક હવે ચોથી સીઝનમાં જોવા મળી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર દાસુન શનાકાએ અંતિમ ઓવરના છેલ્લા ૪ બૉલ પર ૪ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. 

દાસુન શનાકાના નામે MLCની પહેલી ડબલ હૅટ-ટ્રિક થઈ

દાસુન શનાકાના નામે MLCની પહેલી ડબલ હૅટ-ટ્રિક થઈ

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની પહેલી ડબલ હૅટ-ટ્રિક એટલે કે ૪ બૉલમાં ૪ વિકેટ છેક હવે ચોથી સીઝનમાં જોવા મળી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર દાસુન શનાકાએ અંતિમ ઓવરના છેલ્લા ૪ બૉલ પર ૪ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. 
સીએટલ ઓર્કાસે ૨૧૨ રનનો ટાર્ગેટ ટેક્સસ સુપર કિંગ્સને આપ્યો હતો. ૧૯મી ઓવર સુધી ટેક્સસ સુપર કિંગ્સે પાંચ વિકેટે ૧૯૭ રન કર્યા હતા અને જીત માટે ૧૫ રનની જરૂર હતી. દાસુન શનાકાની અંતિમ ઓવરની પહેલા બે બૉલ પર શુભમ રંજનેએ ફોર ફટકાર્યા બાદ એક રન લીધો હતો. 
છેલ્લા ૪ બૉલમાં ૧૦ રનની જરૂર હતી ત્યારે દાસુન શનાકાએ ડોનોવન ફરેરાને બોલ્ડ અને પછીના ત્રણ બૅટરને કૅચઆઉટ કરાવીને ટીમને ૯ રને જીત અપાવી હતી. ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૪ વિકેટ લેનાર દાસુન શનાકા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 08:46 PM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK