દિલ્હીના ૧૮૮/૫ સામે રાજસ્થાનના ૧૮૮/૪ : સુપર ઓવરમાં રાજસ્થાને પાંચ બૉલમાં બન્ને વિકેટ ગુમાવીને ૧૧ રન કર્યા, દિલ્હીએ ૪ બૉલમાં ૧૩ રન કરીને બાજી મારી લીધી. છમાંથી પાંચ મૅચ જીતીને દિલ્હી બન્યું ટેબલ-ટૉપર.
દિલ્હી કૅપિટલ્સ
ગઈ કાલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચ ટાઇમાં પરિણમતાં IPL 2025ની સૌપ્રથમ સુપર ઓવર મૅચ જોવા મળી હતી. દિલ્હીના પાંચ વિકેટે ૧૮૮ રનના જવાબમાં રાજસ્થાને ચાર વિકેટે ૧૮૮ રન કર્યા એને પગલે મૅચ ટાઇ થઈ હતી.
સુપર ઓવરમાં રાજસ્થાને પહેલાં બૅટિંગ કરીને પાંચ બૉલમાં ૧૧ રન કર્યા હતા. રાજસ્થાને શિમરન હેટમાયર અને રિયાન પરાગને ઉતાર્યા હતા. દિલ્હી વતી મિચલ સ્ટાર્કે બોલિંગ નાખી હતી. રાજસ્થાનના બૅટર્સ પૂરા ૬ બૉલ રમ્યા વગર રનઆઉટ થઈ ગયા હતા. પહેલાં પરાગ આઉટ થયો હતો અને પછી વન-ડાઉન આવેલો યશસ્વી જાયસવાલ ઝીરો પર રનઆઉટ થઈ ગયો હતો.
દિલ્હી વતી કે. એલ. રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ ૧૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતર્યા હતા અને બોલિંગની કમાન સંદીપ શર્માએ સંભાળી હતી. રાહુલે ત્રણ બૉલમાં એક ફોર સાથે ૭ રન કર્યા પછી સ્ટ્રાઇક સ્ટબ્સને મળી હતી અને તેણે સિક્સ ફટકારીને મૅચ સમાપ્ત કરી દીધી હતી.
એ પહેલાં ગઈ કાલે વર્તમાન સીઝનની બત્રીસમી મૅચમાં દિલ્હીએ પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૮ રન કર્યા હતા. અભિષેક પોરેલ (૩૭ બૉલમાં ૪૯), કે. એલ. રાહુલ (૩૨ બૉલમાં ૩૮), ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૮ બૉલમાં ૩૪), અક્ષર પટેલ (૧૪ બૉલમાં ૩૪)ના યોગદાનથી દિલ્હીએ ફાઇટિંગ ટોટલ નોંધાવ્યું હતું. દિલ્હીની આ પહેલાંની મૅચમાં ઝળકેલો કરુણ નાયર ખાતું ખોલાવ્યા વગર રનઆઉટ થઈ ગયો હતો.
૧૮૯ રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઊતરેલા રાજસ્થાનના ઓપનરો યશસ્વી જાયસવાલ અને કૅપ્ટન સંજુ સૅમસને સારી શરૂઆત કરાવી હતી. યશસ્વીએ ૩૭ બૉલમાં ૫૧ રન કર્યા હતા, જ્યારે સૅમસન ૧૯ બૉલમાં ૩૧ રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. નીતીશ રાણાએ ૨૮ બૉલમાં ૫૧ રન કરીને જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. તે અઢારમી ઓવરના ચોથા બૉલે આઉટ થયો ત્યારે સ્કોર ૧૬૧ હતો. એ પછી ધ્રુવ જુરેલ અને શિમરન હેટમાયર ભેગા થયા હતા. છેલ્લી ઓવરમાં ૯ રન જોઈતા હતા, છેલ્લા બૉલમાં બે રન જોઈતા હતા ત્યારે બીજો રન લેવાના પ્રયાસમાં જુરેલ રનઆઉટ થઈ ગયો હતો. રાજસ્થાનને છેલ્લા બૉલમાં બે રન જોઈતા હતા ત્યારે બીજો રન લેવાના પ્રયાસમાં મિચલ સ્ટાર્કે ધ્રુવ જુરેલને રનઆઉટ કર્યો હતો. છમાંથી પાંચ મૅચ જીતીને દિલ્હી બન્યું ટેબલ-ટૉપર.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
દિલ્હી |
૬ |
૫ |
૧ |
+૦.૭૪૪ |
૧૦ |
ગુજરાત |
૬ |
૪ |
૨ |
+૧.૦૮૧ |
૮ |
બૅન્ગલોર |
૬ |
૪ |
૨ |
+૦.૬૭૨ |
૮ |
પંજાબ |
૬ |
૪ |
૨ |
+૦.૧૭૨ |
૮ |
લખનઉ |
૭ |
૪ |
૩ |
+૦.૦૮૬ |
૮ |
કલકત્તા |
૭ |
૩ |
૪ |
+૦.૫૪૭ |
૬ |
મુંબઈ |
૬ |
૨ |
૪ |
+૦.૧૦૪ |
૪ |
રાજસ્થાન |
૭ |
૨ |
૫ |
-૦.૭૧૪ |
૪ |
હૈદરાબાદ |
૬ |
૨ |
૪ |
-૧.૨૪૫ |
૪w |
ચેન્નઈ |
૭ |
૨ |
૫ |
-૧.૨૭૬ |
૪ |
ADVERTISEMENT

